કોમોડિટી ETF સેગમેન્ટમાં વર્ષ 2025 દરમિયાન ગોલ્ડ અને સિલ્વર ETF એ રોકાણકારોને શાનદાર વળતર (રિટર્ન) આપ્યું છે. મિરે એસેટ શેરખાન પ્રી માર્કેટ ઇનસાઇટ્સ (Mirae Asset ShareKhan Pre Market Insights) અનુસાર, કોમોડિટી ETFમાં (ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર ETFમાં મળેલા બમ્પર રિટર્નને કારણે) રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. આંકડાઓ અનુસાર, ગોલ્ડ ETF કેટેગરીમાં નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો ‘નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ બીઝ’ (Nippon India Gold BeES) સૌથી મોટો ETF બનેલો છે, જેનું AUM (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) આશરે રૂ. 40,044 કરોડ છે. આ ETF એ છેલ્લા એક વર્ષમાં 72.24 ટકાનું રિટર્ન આપ્યું છે. તેની સૌથી મોટી ખાસિયત હાઈ લિક્વિડિટી (ઉચ્ચ પ્રવાહિતા) છે, એટલે કે તેમાં ટ્રેડિંગ વોલ્યુમ ઘણું વધારે છે; જેથી રોકાણકારોને સરળતાથી એન્ટ્રી અને એક્ઝિટ મળી રહે છે.
