
કેન્દ્ર સરકારે હવે ચાંદીની આયાતને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ચાંદીની કેટલીક કેટેગરીઓને “મુક્ત આયાત” યાદીમાંથી કાઢીને “પ્રતિબંધિત” શ્રેણીમાં સામેલ કરી છે. એટલે કે હવે આવી ચાંદીની આયાત પહેલાં જેટલી સરળ નહીં રહે અને તેના માટે વધારાની મંજૂરી લેવી પડી શકે છે. 1 / 7

સરકારનું માનવું છે કે દેશમાં કિંમતી ધાતુઓની સતત વધી રહેલી આયાતના કારણે વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
2 / 7

તાજેતરના સમયમાં સોના અને ચાંદી બંનેની આયાતમાં વધારો નોંધાયો હતો. ખાસ કરીને સોનાની આયાત ડ્યુટી વધાર્યા પછી લોકો રોકાણ અને ઘરેણાં માટે ચાંદી તરફ વધુ વળી શકે તેવી શક્યતા સરકારને લાગી રહી હતી. આ કારણે હવે ચાંદીની આયાત પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.
3 / 7

સરકારે થોડા સમય પહેલા સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. છતાં પણ બજારમાં એવી ધારણા હતી કે સોના કરતાં સસ્તી હોવાથી ચાંદીની માંગ વધી શકે છે. આ જ કારણસર સરકારે હવે ચાંદી માટે નવા નિયંત્રણો અમલમાં મૂક્યા છે.
4 / 7

સરકાર હાલમાં વિદેશી હૂંડિયામણ ભંડાર બચાવવા અને રૂપિયા પર વધતા દબાણને ઘટાડવા પર ખાસ ધ્યાન આપી રહી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા અને વધતા આયાત બિલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
5 / 7

નિષ્ણાતોના મત મુજબ કિંમતી ધાતુઓની આયાત સતત વધતી રહેશે તો ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધ બંનેમાં વધારો થઈ શકે છે. તેથી સરકાર હવે આયાતને નિયંત્રિત કરીને આર્થિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે.
6 / 7

સરકારી આંકડા મુજબ એપ્રિલ મહિનામાં સોના અને ચાંદીની આયાત લગભગ છેલ્લા 30 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. તેની પાછળ ઊંચી આયાત ડ્યુટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતો મુખ્ય કારણ માનવામાં આવે છે. હવે નવા નિયંત્રણો લાગુ થતાં આગામી સમયમાં ચાંદીની આયાતમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
7 / 7
ડોનાલ્ડ ટ્રમ્પનો સિક્રેટ inventory portfolio આઉટ… જાણવા માટે અહીં ક્લિક કરો..
