Ranbir Kapoor Ramayana Launch Date: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર ટૂંક સમયમાં ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેતાએ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેર અયોધ્યામાં 2,134 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે, જેની કિંમત 3.31 કરોડ રૂપિયા છે.
14 મે, 2026ની અખબારી યાદી અનુસાર, આ પ્લોટ સરયૂ નદીના કિનારે વિકસિત 75 એકરના મોટા પ્લોટેડ ડેવલપમેન્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટમાં વૈભવી ક્લબહાઉસ, 35 થી વધુ પ્રીમિયમ લાઇફસ્ટાઇલ ફેસિલિટી અને 5 એકરમાં ફેલાયેલી શાકાહારી હોટલ પણ છે.
75 એકરનો આ મેગા પ્રોજેક્ટ એવા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે જે મુખ્ય ધાર્મિક સ્થળોની નજીક સ્થિત છે, જે તેના લોકેશનને ખાસ બનાવે છે. આ સમગ્ર પ્રોજેક્ટ હાઉસ ઓફ અભિનંદન લોઢા (Home of Abhinandan Lodha) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.
રણબીર કપૂરે કહ્યું કે, ‘મને લાગે છે કે અયોધ્યાએ મને પસંદ કર્યો છે અને મેં હમણાં જ આ આમંત્રણ સ્વીકાર્યું છે. અયોધ્યા આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું સ્થળ છે. સરયુમાં આ જમીનની માલિકી મેળવવી એ મારા પરિવારના વારસાનો એક ભાગ બનાવવાના મારા પ્રયત્નોનો એક ભાગ છે. HoABL એ સમગ્ર પ્રક્રિય તેની ડિજિટલ સિસ્ટમ દ્વારા ખૂબ જ સરળ, સ્વચ્છ અને મુશ્કેલીમુક્ત બનાવી છે. ”
અભિનંદન લોઢાએ કહ્યું કે, અયોધ્યા ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનરુત્થાનનું કેન્દ્ર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન અને વૈશ્વિક ધ્યાનને કારણે તે લાંબા ગાળે મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવે છે. રણબીર કપૂરનું આ રોકાણ દર્શાવે છે કે સમજદાર ખરીદદારો હવે અયોધ્યાને માત્ર ભાવનાત્મક રીતે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક અને ભાવિ સંભવિતતા ધરાવતા સ્થળ તરીકે પણ જોઈ રહ્યા છે. ”
અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં જમીની ખરીદી છે
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં મોટું રિયલ એસ્ટેટ રોકાણ કર્યું છે. તેમણે માર્ચ 2026માં અયોધ્યામાં 2.67 એકર જમીન ખરીદી હતી, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો | Golmaal 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે
આ અગાઉ 2025માં અમિતાભ બચ્ચને અયોધ્યામાં 25,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેની કિંમત 40 કરોડ રૂપિયા છે. 2024માં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમણે 5,372 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના માટે તેમણે 4.54 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
