કોન્ફ્લિક્ટ એન્ડ એન્વાયરમેન્ટ ઓબ્ઝર્વેટરીના સંશોધક લિયોન મોરલેન્ડે અસરગ્રસ્ત વિસ્તારનું કદ લગભગ 45 ચોરસ કિલોમીટર જણાવ્યું હતું. ક્લાઈમેટ અને કોમોડિટી કન્સલ્ટન્સી ડેટા ડેસ્કના સહ-સ્થાપક લુઈસ ગોડાર્ડે કહ્યું કે, આ ગળતર છેલ્લા લગભગ 70 દિવસથી ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયેલ સંઘર્ષ દરમિયાન સામે આવેલા સૌથી મોટા ઓઈલ સ્પિલમાંનું એક હોઈ શકે છે. ગ્લોબલ ઓઈલ સ્પિલ મોનિટરિંગ સર્વિસ ઓર્બિટલ EOS એ અંદાજ લગાવ્યો છે કે, દરિયામાં 3,000 બેરલથી વધુ તેલ લીક થઈ શકે છે. સેટેલાઈટ તસવીરોમાં એ પણ દેખાયું કે, ગુરુવાર સુધીમાં આ ઓઈલ સ્લિક દક્ષિણ દિશામાં સાઉદીના પાણી તરફ આગળ વધી રહ્યું હતું.
