Baramati Bypoll Election Outcome 2026 : મહારાષ્ટ્રના બારામતી સીટ પરથી સુનેત્રા પવારે ઐતિહાસિક જીત મેળવી છે. તેમણે રેકોર્ડ 2 લાખ 18 હજાર 930 વોટથી જીત મેળવી છે. આ એક રેકોર્ડ છે. આ જીતનો માર્જિન સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી વધુ માર્જિન છે. તેમણે ઉત્તર પ્રદેશના સાહિબાબાદ સીટનો રેકોર્ડ તોડ્યો છે. 2022માં સુનીલ કુમાર શર્માએ ત્યાં 214,835 મતોના માર્જિનથી જીત મેળવી હતી. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઅજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ આ બારામતી સીટ માટે પેટાચૂંટણી યોજાઈ હતી.
સુનેત્રા પવારે પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને વિજય સરઘસ ન કાઢવા અપીલ કરી છે. તેમણે મતદારો દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસને તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની સ્મૃતિને સમર્પિત કર્યો છે અને લોકોને સંયમ રાખવા અને તેમના આદર્શોને પ્રતિબિંબિત કરતું આચરણ બનાવી રાખવા વિનંતી કરી છે.
2.18 લાખ મતોથી જીત, અજિત દાદાને પાછળ છોડી દીધા
સુનેત્રા પવાર 2 લાખ 18 હજાર 930 મતોથી જીત મેળવી હતી. અગાઉ 2019માં અજિત પવારે બારામતીમાં 1 લાખ 65 હજાર 265 મતોના માર્જિનથી જીત મેળવી હતી. સુનેત્રા પવારે આ રેકોર્ડને મોટા માર્જિનથી તોડી નાખ્યો છે, જેનાથી તેમનો વિજય ઐતિહાસિક બન્યો છે.
વિરોધીઓની 1000 વોટ પણ મળ્યા નહીં
પેટાચૂંટણીમાં સુનેત્રા પવાર સામે કુલ 22 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ ઉમેદવાર 1000 મતનો આંકડો પાર કરી શક્યું ન હતું. કરુણા મુંડેને માત્ર 125 મત મળ્યા અને અભિજીત બિચુકલેને 121 મત મળ્યા. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા. વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) સહિત કોઈ પણ મોટા રાજકીય પક્ષે તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો.
49 વર્ષમાં પ્રથમ વખત ભારતના કોઈ પણ રાજ્યમાં કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર નહીં હોય
28 જાન્યુઆરીના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું પૂણે જિલ્લામાં બારામતી હવાઈ પટ્ટી નજીક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેના કારણે આ બેઠક માટે પેટાચૂંટણીની યોજાઇ હતી.
પવાર પરિવારનો બારામતી સીટ પર દબદબો
છેલ્લા ઘણા દાયકાઓથી બારામતી વિધાનસભા બેઠક પવાર પરિવારનો ગઢ ગણાય છે. અજિત પવારે વિધાનસભામાં આઠ વખત બારામતીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બારામતી વિધાનસભા બેઠક પર તેમણે 1991, 1995, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024માં જીત મેળવી હતી.
