Mallikarjun Kharge : શું કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે? શું સિદ્ધારમૈયાની જગ્યા ડીકે શિવકુમાર લેશે? આ બધા પ્રશ્નો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઘણા પ્રસંગોએ ઉભા થયા છે. આટલું જ નહીં ડીકે શિવકુમારના સમર્થકો પણ ઘણી વખત દાવો કરતા જોવા મળ્યા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનો કાર્યકાળ અઢી વર્ષનો હશે, પરંતુ આવું કંઇ થયું નથી.
પાર્ટી વહેલી તકે આ મુદ્દાને હલ કરશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને લઈને ચાલી રહેલા આ વિવાદ અંગે ફરી એકવાર નિવેદન આપ્યું છે. ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પાર્ટી વહેલી તકે આ મુદ્દાને હલ કરશે. આ ઘટનાક્રમ કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરના તે નિવેદનમાં પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે જો ખડગે મુખ્યમંત્રી બનશે તો શાસક કોંગ્રેસ પાર્ટીના દરેક જણ તેમનું સ્વાગત કરશે.
મીડિયા સાથે વાત કરતા ખડગેએ આ અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમના અંગેના નિર્ણયો સોનિયા ગાંધી લે છે. તેમણે કહ્યું કે તમે (મીડિયા), તેઓ (પરમેશ્વર) અને શીર્ષ પર બેઠેલા લોકો કહે છે કે મારા માટે મુખ્યમંત્રી બનવું વધુ સારું રહેશે. પરંતુ નસીબ કરતાં વધુ, મારી વિચારધારા અને પાર્ટી માટે અત્યાર સુધી કરેલી સેવાના આધારે સોનિયા ગાંધી મારા વિશે નિર્ણય લે છે.
તેમણે આગળ કહ્યું કે પરંતુ તે પ્રશ્ન અત્યારે ઉભો થતો નથી. અહીં પહેલેથી જ એક મુખ્યમંત્રી છે. જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મારે મળીને ફેરફારની દિશામાં કોઇ નિર્ણય લેવો હશે તો તેમાં તો થોડો સમય લાગશે. જોઈએ કે શું થાય છે.
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો 2023 ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે હસ્તાક્ષર કરાયેલા સત્તા વહેંચણી કરારને અનુરૂપ તેમની બઢતી માટે દબાણ કરી રહ્યા છે. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે પરમેશ્વરે બુધવારે કહ્યું હતું કે જો અનુભવી વરિષ્ઠ નેતા ખડગે મુખ્યમંત્રી બને છે તો શાસક કોંગ્રેસ પાર્ટીના દરેક લોકો તેમનું સ્વાગત કરશે.
નવેમ્બરમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સત્તાનો સંઘર્ષ તીવ્ર બન્યો હતો
ગયા વર્ષે નવેમ્બરમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સત્તાનો સંઘર્ષ તીવ્ર બન્યો હતો, કારણ કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પોતાનો અડધો કાર્યકાળ પૂરો કર્યો હતો. પાર્ટીના ઘણા ધારાસભ્યો અને એમએલસી દિલ્હીમાં પડાવ નાખી રહ્યા હતા જેથી પાર્ટી હાઈકમાન્ડ પર દબાણ લાવવા માટે તેમને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવે.
પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર
ડીકે શિવકુમારે દાવો કરીને અટકળોને વધુ વેગ આપ્યો હતો કે 2023 ની ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીત પછી તરત જ નેતૃત્વ પરિવર્તન પર પાંચ-છ નેતાઓ વચ્ચે ગોપનીય કરાર થયો હતો. નાયબ મુખ્યમંત્રીએ પહેલીવાર સત્તા સમજુતીનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે આ એક ગોપનીય બાબત છે. હું આ અંગે જાહેરમાં કંઇ કહેવા માંગતો નથી.
2023માં કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત બાદ પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને મૂંઝવણમાં હતી. ઘણા દિવસોની ચર્ચા બાદ પાર્ટીએ સિદ્ધારમૈયાની વરિષ્ઠતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમનું નામ રજૂ કર્યું હતું. જોકે અહેવાલો અનુસાર ડીકે શિવકુમાર સરકારના બીજા કાર્યકાળમાં કમાન સંભાળશે તે અંગે સહમત થયા હતા.
