IPL 2026 Mumbai Indians vs Sunrisers Hyderabad, MI vs SRH Rating: ટ્રેવિસ હેડના 76 અને હેનરિચ ક્લાસેનના અણનમ 65 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદે સતત પાંચમો વિજય મેળવ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, ગઝનફર, અશ્વિની કુમાર.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, શાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.
-
Apr 29, 2026 23:40 IST
MI vs SRH LIVE : હૈદરાબાદનો 6 વિકેટે વિજય
ટ્રેવિસ હેડના 76 અને હેનરિચ ક્લાસેનના અણનમ 65 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદે સતત પાંચમો વિજય મેળવ્યો છે.
-
Apr 29, 2026 23:39 IST
MI vs SRH LIVE : ક્લાસેનના અણનમ 65 રન
હેનરિચ ક્લાસેનના 30 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 65 રન. સલિલ અરોરાના 10 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 30 રન.
-
Apr 29, 2026 23:29 IST
MI vs SRH LIVE : નીતિશ કુમાર રેડ્ડી 21 રને આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 17 બોલમાં 3 ફોર સાથે 21 રને બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 213 રને ચાર વિકેટ ગુમાવી.
-
Apr 29, 2026 23:20 IST
MI vs SRH LIVE : ક્લાસેનની અડધી સદી
હેનરિચ ક્લાસેને 22 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. હૈદરાબાદે 15.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-
Apr 29, 2026 23:12 IST
MI vs SRH LIVE : ટ્રેવિસ હેડ 76 રને આઉટ
ટ્રેવિસ હેડ 30 બોલમાં 4 ફોર અને 8 સિક્સર સાથે 76 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. અભિષેક શર્મા 24 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 45 રને અને ઇશાન કિશન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ થયો.
-
Apr 29, 2026 21:42 IST
MI vs SRH LIVE : હૈદરાબાદને 244 રનનો પડકાર
આઈપીએલ 2026ની 41મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 244 રનનો પડકાર મળ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રેયાન રિકલ્ટનના 55 બોલમાં 10 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 123 રન.
-
Apr 29, 2026 21:24 IST
MI vs SRH LIVE : હાર્દિક પંડ્યા 31 રને આઉટ
હાર્દિક પંડ્યા 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 31 રને શાકિબ હુસૈનની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 221 રને ચોથી વિકેટ ગુમાવી. ટીમે 15.5 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.
-
Apr 29, 2026 20:58 IST
MI vs SRH LIVE : રિકલ્ટનની સદી
રેયાન રિકલ્ટને શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં 8 ફોર અને 7 સિક્સર સાથે સદી ફટકારી.
-
Apr 29, 2026 20:34 IST
MI vs SRH LIVE : વિલ જેક્સ 46 રને આઉટ
વિલ જેક્સ 22 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 46 રને નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થયો. સૂર્યકુમાર યાદવ 5 બોલમાં 1 ફોર સાથે 5 રને મલિંગાનો શિકાર બન્યો. મુંબઈએ 110 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 29, 2026 20:05 IST
MI vs SRH LIVE : મુંબઈના 50 રન
મુંબઈ ઇન્ડિયન્સે 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા. વિલ જેક્સ અને રેયાન રિકલ્ટન રમતમાં છે.
-
Apr 29, 2026 19:25 IST
MI vs SRH LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, ગઝનફર, અશ્વિની કુમાર.
-
Apr 29, 2026 19:25 IST
MI vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, શાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.
-
Apr 29, 2026 19:06 IST
MI vs SRH LIVE : મુંબઈએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 29, 2026 18:43 IST
MI vs SRH LIVE : મુંબઈ અને હૈદરાબાદ હેડ ટુ હેડ
મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે 34 માંથી 15 મેચ જીતી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 19 મેચો જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં સનરાઈઝર્સ સામે 9 માંથી 7 મેચ જીતી છે.
-
Apr 29, 2026 18:10 IST
MI vs SRH LIVE : હૈદરાબાદે સતત ચાર મેચ જીતી છે
મુંબઈ ઈન્ડિયન્સ 7 માંથી 2 મેચ જીતીને 9મા ક્રમે છે. છેલ્લી મેચમાં તેનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી કારમો પરાજય થયો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ 8 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. સનરાઈઝર્સે સતત ચાર મેચ જીતી છે. છેલ્લી મેચમાં તેમણે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું.
-
Apr 29, 2026 17:25 IST
MI vs SRH LIVE : આજે મુંબઈ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 41મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
