IPL 2026 Sunrisers Hyderabad vs Chennai Tremendous Kings Scorecard, SRH vs CSK Rating: અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 184 રન બનાવી શક્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સ ઇનિંગ્સ
-હૈદરાબાદ તરફથી ઇશાન મલિંગાએ સૌથી વધારે 3 વિકેટ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ ઝડપી.
-અંશલ કંબોજના 8 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 13 રન
-જેમી ઓવરટોન 15 બોલમાં 1 ફોર સાથે 16 રને પ્રફુલ હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો.
-શિવમ દુબે 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 21 રન બનાવ શાકિબ હુસૈનની ઓવરમાં બોલ્ડ થયો.
-મેથ્યુ શોર્ટ 30 બોલમાં 3 ફોર સાથે 34 રને મલિંગાનો શિકાર બન્યો.
-ડેવાલ્ડ બ્રેવિસ 4 બોલમાં ખાતું ખોલાયા વિના શિવાંગ કુમારની ઓવરમાં કેચ આઉટ.
-સરફરાઝ ખાન 19 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ચેન્નાઇ સુપર કિંગ્સે 8.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડ 13 બોલમાં 3 ફોર સાથે 19 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો.
-આયુષ મ્હાત્રે 13 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 30 રન બનાવી નીતિશ કુમાર રેડ્ડીનો બીજો શિકાર બન્યો.
-સંજુ સેમસન 3 બોલમાં 1 સિક્સર સાથે 7 રને નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થયો.
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ
-સલિલ અરોરા 12 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી ગુરજપનીત સિંહનો શિકાર બન્યો.
-હેનરિચ ક્લાસેનના 39 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 59 રને કંબોજની ઓવરમાં બોલ્ડ થયો.
-નીતિશ કુમાર રેડ્ડી 8 બોલમાં 1 સિક્સર સાથે 12 રને ઓવરટોનનો શિકાર બન્યો.
-અનિકેત વર્મા 4 બોલમાં 2 રને ઓવરટોનની ઓવરમાં કેચ આઉટ.
-સનરાઇઝર્સ હૈદરાબાદે 8.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-અભિષેક શર્માએ 22 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 59 રન બનાવી ઓવરટોનની ઓવરમાં કેચ આઉટ થયો.
-અભિષેક શર્માએ 15 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ઇશાન કિશન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મુકેશ ચૌધરીનો બીજો શિકાર બન્યો.
-ટ્રેવિસ હેડ 20 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 23 રને મુકેશ ચૌધરીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026, આરસીબી સામે દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, શિવાંગ કુમાર, પ્રફુલ હિંગે, શાકિબ હુસૈન, ઇશાન મલિંગા
ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, મેથ્યુ શોર્ટ, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
