ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ અને કરાચી કિંગ્સના વર્તમાન કેપ્ટન ડેવિડ વોર્નર ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. સિડનીના મારુબ્રા પોલીસે તેની ‘દારૂ પીને વાહન ચલાવવા’ના આરોપસર ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે પોલીસે તેમને નિયમિત રેન્ડમ બ્રેથ ટેસ્ટ દરમિયાન રોક્યા હતા. વોર્નરે ટેસ્ટિંગ સાઇટ પર પહોંચતા પહેલા તેમની કાર પાર્ક કરી હતી પરંતુ અધિકારીઓએ તેમની તપાસ કરવા માટે તેમનો સંપર્ક કર્યો અને તેમને દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું.
ડેવિડ વોર્નરની ધરપકડ
પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ ત્યારબાદના ટેસ્ટમાં વોર્નરના બ્લડ આલ્કોહોલનું સ્તર 0.104 હોવાનું બહાર આવ્યું. જે કાનૂની મર્યાદા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જેના કારણે હવે તેમને આ ઘટના સંબંધિત આરોપોનો સામનો કરવા માટે આવતા મહિને કોર્ટમાં હાજર રહેવાની જરૂર પડશે. વોર્નર ખરેખર તેના પરિવારને મળવા ઓસ્ટ્રેલિયા પાછો ગયો હતો.
વોર્નર લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ડેવિડ વોર્નરનું મેદાન પરનું કૌશલ્ય અકબંધ છે. તેણે તાજેતરમાં બિગ બેશ લીગ (BBL) માં સિડની થંડર માટે રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની ટીમ મુશ્કેલ સિઝનનો સામનો કરી રહી હોવા છતાં વોર્નરે 8 મેચમાં 433 રન બનાવ્યા અને ટુર્નામેન્ટની સત્તાવાર “ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ” ના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો.
‘માત્ર ભારતમાં જ શક્ય છે!’, મોત નો કુંવો જોઈ વિદેશી મહેમાન આશ્ચર્યચકિત, વીડિયો વાયરલ
શું વોર્નર સમયસર પીએસએલમાં પાછા ફરી શકશે?
હવે બધાની નજર 9 એપ્રિલે કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેના મુકાબલા પર ટકેલી છે. સિડનીમાં કાનૂની ગૂંચવણ પછી એ જોવું રસપ્રદ રહેશે કે વોર્નર સમયસર ટીમમાં જોડાઈ શકશે કે નહીં. એક મહાન ખેલાડીને ઘેરી લેતો આવો વિવાદ નિઃશંકપણે તેના ચાહકો અને ફ્રેન્ચાઇઝી બંને માટે ચિંતાનો વિષય છે.
