Share Market Information Right now Stay Replace In Gujarati : એશિયન બજારોની નરમાઇના પગલે ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 870 પોઇન્ટ ઘટી 72,262 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 296 પોઇન્ટ ઘટી 22,383 ખુલ્યો છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના ઈરાન પર હુમલા ચાલુ રહેવાના નિવેદન બાદ એશિયન શેરબજારો તૂટ્યા છે અને ક્રૂડ ઓઇલ 4 ટકા ઉછળ્યું છે.
સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, નિફ્ટીમાં 450 પોઇન્ટનો ઘટાડો
એશિયન બજારોની નરમાઇના બદલે ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ નોંધપાત્ર તૂટ્યા છે. નેગેટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો બોલાયો અને 71608 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 450 પોઇન્ટ ઘટી 22,400 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે.
ક્રૂડ ઓઇલમાં 4 ટકાનો ઉછાળો
ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આવું ત્યારે થયું જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આગામી કેટલાક અઠવાડિયા ઇરાનમાં હુમલા ચાલુ રહેશે, જેમાં એનર્જી અને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. તેમણે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવા કોઇ સમય મર્યાદા જણાવી નથી. આની અસરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4.88 ટકા ઉછળી 106 ડોલર પ્રતિ બેરલ ઉપર બોલાયું રહ્યું છે. તો WTI ક્રૂડ વાયદો 4.2 ટકા ઉછળીને 104 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
એશિયન શેરબજારો તૂટ્યા
યુએસ પ્રમુખ ટ્રમ્પના એક નિવેદન બાદ ફરી એશિયન શેરબજારો તૂટ્યા છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1050 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. તો તાઇવાન શેરબજાર 460 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 242 પોઇન્ટ, કોસ્પી 200 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ 380 પોઇન્ટથી વધુ ઘટીને 22470 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Apr 02, 2026 11:32 IST
પેટ્રોકેમિકલ પ્રોડક્ટોને કસ્ટમ ડ્યૂટીમાં 3 મહિના માટે મુક્તિ
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થતા ભારતના લોકો પેટ્રોલ ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવ વધારાથી પરેશાન છે. આવી સ્થિતિમાં સરકારે સામાન્ય લોકો અને ખેડૂતોને રાહત આપવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે કેન્દ્ર સરકારે 30 જૂન સુધી મુખ્ય પેટ્રોકેમિકલ પેદાશોને કસ્ટમ ડ્યુટી માંથી મુક્તિ આપી છે. નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે આયાત ડ્યુટીમાં ઘટાડાથી પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ અને ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રોને ફાયદો થશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
-
Apr 02, 2026 09:21 IST
સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, નિફ્ટીમાં 450 પોઇન્ટનો ઘટાડો
એશિયન બજારોની નરમાઇના બદલે ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ નોંધપાત્ર તૂટ્યા છે. નેગેટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો બોલાયો અને 71608 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 450 પોઇન્ટ ઘટી 22,400 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Apr 02, 2026 09:16 IST
એશિયન શેરબજારો તૂટ્યા
યુએસ પ્રમુખ ટ્રમ્પના એક નિવેદન બાદ ફરી એશિયન શેરબજારો તૂટ્યા છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1050 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. તો તાઇવાન શેરબજાર 460 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 242 પોઇન્ટ, કોસ્પી 200 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિં
-
Apr 02, 2026 09:16 IST
ક્રૂડ ઓઇલમાં 4 ટકાનો ઉછાળો
ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આવું ત્યારે થયું જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આગામી કેટલાક અઠવાડિયા ઇરાનમાં હુમલા ચાલુ રહેશે, જેમાં એનર્જી અને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. તેમણે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવા કોઇ સમય મર્યાદા જણાવી નથી. આની અસરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4.88 ટકા ઉછળી 106 ડોલર પ્રતિ બેરલ ઉપર બોલાયું રહ્યું છે. તો WTI ક્રૂડ વાયદો 4.2 ટકા ઉછળીને 104 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
-
Apr 02, 2026 09:16 IST
સેન્સેક્સ 870 પોઇન્ટ ઘટાડે ખુલ્યું, નિફ્ટી 296 પોઇન્ટ નરમ
એશિયન બજારોની નરમાઇના પગલે ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 870 પોઇન્ટ ઘટી 72,262 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 296 પોઇન્ટ ઘટી 22,383 ખુલ્યો છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના ઈરાન પર હુમલા ચાલુ રહેવાના નિવેદન બાદ એશિયન શેરબજારો તૂટ્યા છે અને ક્રૂડ ઓઇલ 4 ટકા ઉછળ્યું છે.