West Asia Battle : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે શિપિંગ મંત્રાલયના વિશેષ સેક્રેટરી રાજેશ સિન્હાએ ગુરુવારે જણાવ્યું હતું મધ્ય પૂર્વમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. ભારતીય ધ્વજ વાળા જહાજો અને ખલાસીઓ બધા સુરક્ષિત છે અને ગલ્ફ ક્ષેત્રના દરિયાઇ વિસ્તારમાં કોઈ દુર્ઘટના બની નથી.
રાજેશ સિન્હાએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પશ્ચિમમાં ફારસની ખાડીમાં હજુ 22 ભારતીય જહાજો હજુ પણ છે. આ જહાજો પર 611 ભારતીય ખલાસીઓ સવાર છે અને તેઓ સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં 16 ભારતીય નાવિકો પોતાની સાઇન-ઓફ પછી ભારત પરત ફર્યા છે.
કંડલામાં વધારાની સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે
રાજેશ સિન્હાએ માહિતી આપી હતી કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ વધારાની સ્ટોરેજ સ્પેસ બનાવી છે અને વધારાના ગ્રાઉન્ડ સ્ટોરેજ માટે લગભગ 54 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત કેટલાક ચાર્જમાં છૂટ સહિત ચાર્જ અને પરિચાલન સહાયતા પણ લાગુ કરવામાં આવી છે.
#WATCH | Rajesh Sinha, Particular Secretary, Ministry of Delivery, says, “Indian-flagged ships and sailors are protected, and no maritime incidents have been reported within the Gulf area previously 24 hours. The present standing of the ships, which have been on board the 22, west of the Strait… pic.twitter.com/RNYHAW7XhP
— ANI (@ANI) March 19, 2026
રશિયાથી ચીન જઇ રહેલ ઓઇલ ટેન્કર ભારત તરફ વળ્યું, 21 માર્ચ સુધીમાં ઇન્ડિયા પહોંચશે
આ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે કસોટીનો સમય છે
મધ્ય પૂર્વની સ્થિતિ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે આ માત્ર આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે કસોટીનો સમય છે. ભારત તેની ઊર્જા સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવા સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રાલય ગલ્ફ ક્ષેત્ર, પશ્ચિમ એશિયાના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
