Chaitra Navratri 2026: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ મંદિર અને પૌરાણિક કથા

Chaitra Navratri 2026: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ મંદિર અને પૌરાણિક કથા

વિડિઓ VIDEO
Spread the love


અંબાજી મંદિર

અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. માતા સતીના 51 શક્તિપીઠોમાં અંબાજી મંદિર સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. પૌરાણિક માન્યતા મુજબ માતા સતિનું હૃદય આ સ્થળ પર પડ્યું હતું. તેથી તેને શક્તિપીઠોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અંબાજી ગબ્બર પર્વત પર વર્ષોથી પ્રજ્વલિત અખંડ  જ્યોત છે, જેના દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. તો ગબ્બર પર્વતની તળેટીમાં માતાજીનું સુર્વણ મંદિર છે. સામાન્ય રીતે મોટાભાગના શક્તિપીઠોમાં માતાજીની મૂર્તિની પૂજા થાય છે. જો કે અંબાજી મંદિરમાં મૂર્તિ નહીં પણ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં વિસા યંત્રને વસ્ત્ર અને આભૂષણથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવે છે, જેથી જોનારને મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત હોવાનું દેખાય છે. અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *