છોટાઉદેપુરના બોડેલીમાં રેતી ખનન પર જનતા રેડ કરવામાં આવી. ગૈડિયા ગામે રેત માફિયાઓ સામે સ્થાનિક લોકોએ જ જાણે રણશિંગુ ફૂંક્યું હોય તેમ હલ્લાબોલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં ગેરકાયદે રીતે રેતી ખનન થતું હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે રેતીની લીઝ પર અચાનક જનતા રેડ કરી ખનન કામગીરીનો વિરોધ કરતા વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. મહત્ત્વનું છે કે ગ્રામજનોની રેડને પગલે કેટલાક ખનીજ માફિયાઓ રાતોરાત ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે ગ્રામજનોએ સ્થાનિક અધિકારીઓ સામે પણ આક્ષેપ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓ ફોન નથી ઉઠાવી રહ્યા. સાથે જ રાતના સમયે નદીના પટમાં મોટા મશીનો વડે બેફામ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે જોવું જ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ એક્શન લેવામાં આવે છે કે નહીં.
Source link
