દર પાંચ વર્ષે પત્ની બદલે છે મારો પતિ: મહિલા આયોગમાં જઈ ત્રીજી પત્નીએ ફરિયાદ નોંધાવી

દર પાંચ વર્ષે પત્ની બદલે છે મારો પતિ: મહિલા આયોગમાં જઈ ત્રીજી પત્નીએ ફરિયાદ નોંધાવી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

પીડિતાએ આયોગને જણાવ્યું કે તેના લગ્ન બાદ પતિએ પહેલા પણ બે લગ્ન કરી રાખ્યા હતા અને તેની સાથે પણ આવું જ કર્યું હતું.

AI જનરેટેડ તસવીર
AI જનરેટેડ તસવીર

રાયપુર: છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક અજીબોગરીબ પારિવારિક વિવાદ સામે આવ્યો છે, જેણે આખા રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ દર પાંચ વર્ષે પત્ની બદલાવે છે. હવે કોઈ પણ જાતના છૂટાછેડા વિના તેણે ચોથા લગ્નની તૈયારીમાં પણ લાગી ગયો છે. પીડિતાએ છત્તીસગઢ રાજ્ય મહિલા આયોગમાં જઈને ન્યાયની માગ કરી છે. ફરિયાદ કરનારી મહિલા આરોપીની ત્રીજી પત્ની છે.

પીડિતાએ આયોગને જણાવ્યું કે તેના લગ્ન બાદ પતિએ પહેલા પણ બે લગ્ન કરી રાખ્યા હતા અને તેની સાથે પણ આવું જ કર્યું હતું. પહેલી અને બીજી પત્નીથી અલગ થયા બાદ તેણે મારી સાથે ત્રીજા લગ્ન કર્યા. હવે ચોથા લગ્નની તૈયારી ચાલી રહી છે. મહિલાએ કહ્યું કે દર પાંચ વર્ષે તે નવી જિંદગી શરૂ કરવાનું બહાનું બનાવે છે. છૂટાછેડા વિના નવા સંબંધમાં જોડાઈ જાય છે. હું અને મારી દીકરી બંને બરબાદ થઈ ચૂક્યા છીએ.

બે લગ્નની વાત છુપાવી

પીડિત ત્રીજી પત્નીએ આયોગમાં ફરિયાદ કરતા આરોપ લગાવ્યો કે આરોપીએ પોતાના બે લગ્ન પહેલાથી પણ છુપાવી રાખ્યા હતા. તેમણે કહ્યું કે, મને ખબર નહોતી કે તેણે પહેલા પણ બે વાર લગ્ન કર્યા છે. જ્યારે ખબર પડી તો મેં આયોગમાં ફરિયાદ નોંધાવી.

કોરબા પોલીસે તપાસના આદેશ આપ્યા

મામલાની ગંભીરતા જોતા છત્તીસગઢ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ કિરણમયી નાટકે તરત તપાસના આદેશ આપ્યા છે. આયોગે સ્પષ્ટ કહી દીધું કે જો કોઈ વ્યક્તિ દ્વારા વિવાહ વિચ્છેદ વિના બીજા લગ્ન કરે છે તો તે કાયદાની વિરુદ્ધમાં છે. આયોગનું કહેવું છે કે આ પ્રકારના કિસ્સાને હળવાશમાં લઈ શકાય નહીં. કેમ કે તેનાથી પીડિત મહિલાનું જીવન પ્રભાવિત થાય છે.

પોલીસને આપ્યા આ આદેશ

આયોગે કોરબા જિલ્લા પોલીસ પ્રશાસને આદેશ આપ્યા છે કે આ મામલાની તાત્કાલિક તપાસ કરી આરોપી પતિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પીડિત મહિલા અને તેની દીકરીને સુરક્ષા આપવા માટે પણ નિર્દેશ આપ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *