કાવ્યા મારન પાકિસ્તાની બોલરને ખરીદવા પર વિવાદમાં ફસાઇ, ટીમનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ

કાવ્યા મારન પાકિસ્તાની બોલરને ખરીદવા પર વિવાદમાં ફસાઇ, ટીમનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Sunrisers Leeds : કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્ઝનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઘટના ધ હન્ડ્રેડ 2026 ની હરાજી સમાપ્ત થયાના થોડા કલાકો પછી બની હતી, જેમાં સનરાઇઝર્સ લીડ્ઝે પાકિસ્તાની લેગ સ્પિનર અબરાર અહમદને તેની ટીમમાં સામેલ કર્યો હતો. ફ્રેન્ચાઈઝીએ અબરારને ખરીદવા રુપિયા 2.34 કરોડની બોલી લગાવી હતી અને આ દરમિયાન હરાજીમાં ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાવ્યા મારન પણ હાજર હતા.

સનરાઇઝર્સ લીડ્ઝનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ

હન્ડ્રેડ 2026ની હરાજી લંડનમાં યોજાઈ હતી, જેમાં કાવ્યા મારન અને ટીમના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરી પણ હાજર હતા. આ હરાજીમાં સનરાઇઝર્સ લીડ્ઝે ટ્રેન્ટ રોકેટ્સને હરાવીને અબરાર અહમદને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી હતી. સનરાઇઝર્સ લીડ્ઝની કેપ્ટનશિપ આ સિઝનમાં ઈંગ્લેન્ડનો ટી-20 કેપ્ટન હેરી બ્રુક સંભાળશે.

આવી ઘટના ઘણા વર્ષો બાદ બની હતી જ્યારે એક ભારતીય ફ્રેન્ચાઈઝીએ તેની ટીમમાં એક પાકિસ્તાની ખેલાડીને સામેલ કર્યો હતો. જોકે કાવ્યા મારનના આ પગલા બાદ ભારતમાં તેની ઉગ્ર ટીકા થઈ રહી છે અને ક્રિકેટ ચાહકો આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. જોકે સનરાઇઝર્સ લીડ્ઝનું એક્સ એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેની ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી.

વેટ્ટોરીએ અબરારની ખરીદીની સ્પષ્ટતા કરી

ધ હન્ડ્રેડની હરાજી બાદ આ ટીમના કોચ ડેનિયલ વેટ્ટોરીએ આ બાબતની સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ કે આદિલ રાશિદ શરુઆતથી જ અમારી પ્રથમ પસંદગી હતી, પણ જ્યારે તે હાથમાંથી નીકળી ગયો ત્યારે દેખીતી રીતે જ અમે વિદેશી સ્પિનરો તરફ વળ્યા હતા. ત્યાં ચાર-પાંચ ખેલાડીઓ હતા જેમના પર અમારી નજર હતી અને અબરાર તેમાંથી એક હતો અને અમે તેને ટીમમાં સામેલ કરીને અમે ખૂબ જ ખુશ છીએ.

આ પણ વાંચો – આઈપીએલ 2026 ના કાર્યક્રમની જાહેરાત, આરસીબી અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે

વેટ્ટોરીએ કહ્યું કે મેનેજમેન્ટે હરાજીમાં પાકિસ્તાની ખેલાડીઓને પસંદ ન કરવાના મુદ્દે ચર્ચા કરી નથી. તેમણે કહ્યું કે તેની યોજના શ્રેષ્ઠ ટીમની પસંદગી કરવાની હતી. જ્યારે તે આદિલ રાશિદને લઈ શક્યા નહીં ત્યારે તેણે અબરારને પસંદ કર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *