જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક કાર્યક્રમ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ પૂર્વ મુખ્યમંત્રી પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, ઉપસ્થિત સૌએ તેને દબોચી લીધો હતો અને ટપલી દાવ પણ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સુરક્ષિત છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીને સામાન્ય ઈજા પહોંચી છે. ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી CM સુરિન્દર ચૌધરીની સુરક્ષામાં ચૂક થતાં અનેક સવાલ ઊભા થયાં છે. સમગ્ર મામલે પોલીસે આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Source link
