Final Up to date:
Abhishek Chauhan UPSC Ideas: UPSC 2025ના પરિણામો જાહેર થતા વૈભવ સૂર્યવંશીના મામા ચર્ચામાં આવ્યા છે. બિહારના અભિષેક ચૌહાણે બીજા જ પ્રયાસમાં કોઈ કોચિંગ ક્લાસમાં ગયા વગર ઘરે તૈયારી કરીને જ UPSC ક્રેક કરી છે. હવે તેમણે ભવિષ્યના ઉમેદવારો માટે પણ સફળ થવાની ટિપ્સ આપી છે.
Abhishek Chauhan UPSC Ideas: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2025ના પરિણામો જાહેર થતા જ દેશભરમાંથી અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન હાલ ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના મામા અભિષેક ચૌહાણ પણ ચર્ચામાં છે. બિહારના હાજીપુરના રહેવાસી અભિષેક ચૌહાણે તેમના બીજા જ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 102મો રેન્ક મેળવીને વહીવટી અધિકારી બનવાનું સપનું સાકાર કર્યું છે. તેમની ખાસ વાત એ છે કે, તેમણે કોઈ મોટા કોચિંગ ક્લાસમાં ગયા વગર ઘરે તૈયારી કરીને જ આ સિદ્ધિ મેળવી છે.
અભિષેક ચૌહાણનો શૈક્ષણિક રેકોર્ડ શરૂઆતથી જ તેજસ્વી રહ્યો છે. દસમા ધોરણ સુધીનો અભ્યાસ સ્થાનિક શાળામાંથી કર્યા બાદ, તેમણે ધોરણ 12માં જ IIT માટે JEE એડવાન્સ્ડની પરીક્ષા ક્રેક કરી હતી. આઈઆઈટી પૂર્ણ કર્યા પછી તેઓ એક પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે નોકરી કરી રહ્યા હતા, પરંતુ તેમનું લક્ષ્ય કંઈક મોટું કરવાનું હતું. આથી જ તેમણે લાખોની નોકરી છોડીને યુપીએસસીની તૈયારી માટે પોતાના વતન હાજીપુર પરત ફરવાનો નિર્ણય લીધો.
અભિષેકની સફળતા પાછળ તેમના માતા-પિતાનો પણ મોટો યોગદાન છે. અભિષેક કોઈ મોટા કોચિંગમાં ગયા વગર ઘરે રહીને જ અભ્યાસ કર્યો. તેમના પિતા અભય કુમાર સિંહ ફિલોસોફીના પ્રોફેસર છે. તેઓ અભિષેકનો આત્મવિશ્વાસ વધારતા અને તેને પરીક્ષાની તૈયારીમાં મદદ કરતા હતા. બીજી બાજુ અભિષેકની માતા અનુરાધા રાજપૂત જણાવે છે કે, તેમણે દીકરાની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું.
અભિષેકે પોતાની સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું કે, તેમણે પુસ્તકોની સાથે સાથે ઓનલાઇન માધ્યમોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આધુનિક ટેકનોલોજી અને ઈન્ટરનેટના જમાનામાં જો યોગ્ય રણનીતિ હોય, તો મોંઘા કોચિંગ ક્લાસિસમાં ગયા વગર નાના શહેરોમાં રહીને પણ મોટું લક્ષ્ય હાંસલ કરી શકાય છે. નોંધનીય છે કે, અભિષેક મૂળ સમસ્તીપુર જિલ્લાના મોહદ્દીનગરના રહેવાસી છે. આજે તેમની આ સફળતાથી માત્ર તેમના પરિવાર સહિત તેમનું આખું ગામ ગૌરવ અનુભવી રહ્યું છે.

