Parliament Funds Session 2026 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ બુધવારે ધ્વનિમત દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો. વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી કરતી વખતે પક્ષપાતી રીતે વર્તન કર્યું હતું. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. બજેટ સત્રના પહેલા તબક્કામાં 118 વિપક્ષી સાંસદોના હસ્તાક્ષર સાથે બિરલાને પદ પરથી હટાવવાની નોટિસ આપવામાં આવી હતી.
અમિત શાહે શું કહ્યું
અમિત શાહે કહ્યું કે હું લોકસભા અધ્યક્ષ સમક્ષ આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા ઉભો થયો છું. આ કોઈ સામાન્ય ઘટના નથી. લગભગ 4 દાયકા પછી ફરીથી લોકસભા અધ્યક્ષની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. સંસદીય રાજનીતિ અને આ ગૃહ બંને માટે આ એક અફસોસજનક ઘટના છે. સ્પીકર કોઈ પક્ષના હોતા નથી તેઓ સદનના હોય છે. એક રીતે કહીએ તો તેઓ ગૃહના તમામ સભ્યોના અધિકારોના રક્ષક પણ છે.
અમિત શાહે કહ્યું કે ગૃહ પરસ્પર વિશ્વાસ પર ચાલે છે. ગૃહના સ્પીકર શાસક અને વિપક્ષ બંનેના કસ્ટોડિયન હોય છે, તેમણે લોકસભા કેવી રીતે ચલાવવી તે માટે આ લોકસભાએ કેટલાક નિયમો બનાવ્યા છે. ગૃહની અંદર તમારે ગૃહના નિયમો અનુસાર બોલવાનું છે. ગૃહના નિયમો જે મંજૂરી આપતા નથી તેના પર બોલવાનો કોઈને પણ અધિકાર નથી. જ્યારે તમે નિયમોની અવગણના કરો છો, ત્યારે સ્પીકરની પવિત્ર ફરજ છે કે તેઓ તેમને અટકાવે, ટોકે અને બહાર કરે. અમે આ નિયમો નથી બનાવ્યા તે નહેરુજીના સમયથી ચાલતા આવ્યા છે.
તેમણે કહ્યું કે જ્યારે ભાજપ-એનડીએ વિપક્ષમાં હતા ત્યારે ક્યારેય લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા ન હતા. અમે રચનાત્મક વિપક્ષ તરીકે કામ કર્યું. અમે અધ્યક્ષ પદની ગરિમા જાળવી રાખી હતી.
સ્પીકરે કોંગ્રેસ પાર્ટીને ભાજપ કરતા છ ગણો વધુ સમય આપ્યો – અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આજે હું કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે 17મી લોકસભામાં 52 સભ્યો હોવા છતાં કોંગ્રેસ પાર્ટીને 157 કલાક અને 55 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તેની સરખામણીમાં ભાજપને 349 કલાક અને 8 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે અમારી સદસ્ય સંખ્યા 303 હતી. આમ સ્પીકરે કોંગ્રેસ પાર્ટીને ભાજપ કરતા છ ગણો વધુ સમય આપ્યો છે.
આ પણ વાંચો – અધિકારીએ કહ્યું – ઘરેલું LPG પ્રોડક્શન 25% વધ્યું, ભારત આવી રહ્યા છે બે LNG કાર્ગો
તેમણે આગળ કહ્યું કે તેવી જ રીતે 18મી લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલ સુધી 71 કલાક બોલ્યા, જ્યારે તેમની પાસે 99 સભ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 122 કલાક મળ્યા છે, જ્યારે અમારા 239 સભ્યો છે. આમાં પણ કોંગ્રેસ પાર્ટીને ભાજપ કરતા બમણો સમય મળ્યો. તેમ છતાં તેઓ કહે છે કે તેમને બોલવાની તક આપવામાં આવી નથી. બોલવાના સમયે તો તેમના નેતા જર્મની અને ઇંગ્લેન્ડમાં હોય છે.
Replying within the Lok Sabha in the course of the debate over the no-confidence movement in opposition to the speaker. https://t.co/SV18FtjNcN
— Amit Shah (@AmitShah) March 11, 2026
સ્પીકર વિરુદ્ધ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે
આઝાદી પછી ઈતિહાસમાં ઓછામાં ઓછી ત્રણ વખત એવું બન્યું છે જ્યારે લોકસભાના સ્પીકરને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રકારનો પહેલો પ્રસ્તાવ 1954માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવલંકર સામે લાવવામાં આવ્યો હતો. જ્યારે સાંસદ વિગ્નેશ્વર મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે સ્પીકર નિષ્પક્ષ નથી.
