Final Up to date:
રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, “ગુજરાતના રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને હળધરની ઘટના બાદ ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ ખેડૂતો પાસે જઈ રહ્યા છે. હું જે પાર્ટીમાં હતો ત્યારે પણ મેં ખેડૂતો માટે કામ કર્યું. વિસાવદરમાં પણ ગોપાલભાઈને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી.”
અમદાવાદ: ગુજરાતમાં નવી જ રાજનીતિના મંડાણના એંધાણ દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર રાજુ કરપડાએ ખેડૂતોનો અલગ મોરચો બનાવવાના સંકેત આપ્યા છે. આ સાથે રાજુ કરપડાએ દરેક રાજકીય પક્ષ પર પ્રહાર કરતા આક્ષેપ કરતા કહ્યું છે કે, દરેક પાર્ટી ખેડૂતોનો ઉપયોગ કરે છે. ખેડૂતો હવે કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં. વર્ષો બાદ ખેડૂત સંગઠનની તાકાત ફરીથી દેખાશે.
રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, “ગુજરાતના રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને હળધરની ઘટના બાદ ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ ખેડૂતો પાસે જઈ રહ્યા છે. હું જે પાર્ટીમાં હતો ત્યારે પણ મેં ખેડૂતો માટે કામ કર્યું. વિસાવદરમાં પણ ગોપાલભાઈને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી. પરિણામ પણ મેળવ્યું. જ્યારે મેં આમ આદમી પાર્ટી છોડી ત્યારે પાંચ વર્ષની મહેનત બાદ માત્ર 20 મિનિટની અંદર રાજુ કરપડાને ગદ્દાર ચિતરતા પોસ્ટર બનાવીને વાયરલ કરવામાં આવ્યા. દુઃખ તો ત્યારે થયું કે, જે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં જીતાડવા માટે તનતોડ મહેનત કરી તે પણ બે એફઆઈઆરની કોપી જે દસ વર્ષ જૂના કેસ હતા તે મીડિયાની સામે લઈને આવ્યા. રાજુ કરપડા તો આક્ષેપ કર્યા પરંતુ પરિવાર પર પણ આક્ષેપ કરવામાં આવ્યા.”
આ સાથે તેમણે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટીમાં હું વર્ષો રહ્યો ત્યારે મને ખબર પડી કે, ખેડૂતોના નામે કઈ રીતે રાજકારણ રમાઈ રહ્યું છે. મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, જો સત્તા માટે કોઈ પોતાના પણ અન્યાય કરે તો તેમની સાથે લડવું જોઈએ તેવું કહ્યું છે. મારા ખેડૂતોના નામે કોઈ રાજકારણી રોટલા નહીં શેકી શકે.”
આપ પર વધુ પ્રહાર કરતા જણાવ્યું કે, “છેલ્લા પાંચ દિવસથી મેં ખેડૂત આગેવાનો સાથે તમામ જિલ્લામાં મીટિંગ કરી છે. તેના પરથી અમે નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટી ખેડૂતોના દેણાં માફ કરવાની વાત કરે છે તો તે પંજાબના ખેડૂતોના દેણાં કેમ માફ નથી કરતી? અહીં એમએસપીની વાતો કરે છે અને પંજાબના શંભુ બોર્ડર પર બેઠેલા એમએસપી માટે લડતા લોકો પર અત્યાચાર કરે છે. મારું માનવું છે કે તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ઉપયોગ કરે છે.”
કિસાન સંકલ્પ યાત્રા અંગે વાત કરતા જણાવ્યું કે, “અમે આગામી 19થી 24 માર્ચના તુલસીશ્યામથી કિસાન સંકલ્પ યાત્રા કરીશું. આ દરમિયાન ખેડૂતોના પડતર પ્રશ્ન શું કામ કરવું, આગામી સમયમાં કોઈ પાર્ટી સાથે જોડાવવું કે, ખેડૂતો માટે અલગ જ મોરચો ખોલવો, તે અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાશે. આ કાર્યક્રમ ખેડૂતો માટે છે અને ખેડૂતો જ આનું આયોજન કરી રહ્યા છે. રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતો લખવાના છે.”
Ahmedabad,Gujarat

