Why mosquito bites itch: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ પણ ફેલાય છે. જ્યારે મચ્છર તમને કરડે છે, ત્યારે તે જગ્યાએ ખંજવાળ, બળતરા અને નાનો લાલ સોજો આવી જાય છે. ઘણા લોકોને લાગે છે કે, આ મચ્છરના ડંખને કારણે થાય છે, પરંતુ તેની પાછળ આપણા શરીરની પ્રતિક્રિયા જવાબદાર હોય છે. આ જ કારણ છે કે, મચ્છર કરડ્યા પછી લોકોને ખંજવાળ અનુભવાય છે. મચ્છર માત્ર આપણું લોહી જ નથી પીતા, પરંતુ તેઓ આપણી સ્કીનની અંદર પોતાની લાળ પણ છોડી દે છે, જેનાથી બીમારીઓ ફેલાય છે.

