ICC 2026 ટી20 વર્લ્ડ કપની ટીમ જાહેર થઈ, આ ચાર ભારતીય ખેલાડીને જગ્યા મળી

ICC 2026 ટી20 વર્લ્ડ કપની ટીમ જાહેર થઈ, આ ચાર ભારતીય ખેલાડીને જગ્યા મળી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ટી20 વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમના ચાર ખેલાડીઓને આઈસીસીની 2026 ટી20 વિશ્વ કપ ટીમમાં સામેલ કર્યા છે.

icc 2026 t20 world cup squad
icc 2026 t20 world cup squad

નવી દિલ્હી: રેકોર્ડ ત્રીજી વાર ટી20 વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમના ચાર ખેલાડીઓને આઈસીસીની 2026 ટી20 વિશ્વ કપ ટીમમાં સામેલ કર્યા છે. આ ટીમમાં સામેલ થનારા ખેલાડીઓની યાદીમાં જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સેમસને પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવી ટીમમાં જગ્યા બનાવી છે. સેમસનને ટુર્નામેન્ટની શરૂઆતમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમમાં કરો યા મરો જેવી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર પણ જીત્યો હતો.

સેમસને ત્યાર બાદ રવિવારના રોજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 89 રનની ઇનિંગ્સ રમી, જે પુરુષ ટી20 વિશ્વ કપની ફાઇનલમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ છે. કિશન ટુર્નામેન્ટમાં 317 રન સાથે સૌથી વધારે રન બનાવનારા ખેલાડીની યાદીમાં ચોથા નંબર પર રહ્યો છે. તેણે 193.29ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા ટીમના ટોપ ક્રમને મજબૂત કર્યો. કિશને પાકિસ્તાન વિરુદ્ધની ઇનિંગ્સમાં 77 રન બનાવ્યા હતા. તેણે સુપર 8માં ત્રીજા ક્રમ પર બેટિંગ કરતા સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી.

હાર્દિક પંડ્યા અને બુમરાહે ધમાલ મચાવી

પંડ્યા આ યાદીમાં સામેલ થનારો ત્રીજો ભારતીય ખેલાડી છે. આ બિન્દાસ ખેલાડીએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર યોગદાન આપ્યું છે. તેણે બે અડધી સદી ફટકારી, જેમાં નામિબિયા વિરુદ્ધ 28 બોલમાં 52 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત તેણે નવ વિકેટ પણ લીધી છે. બુમરાહ ટીમમાં સામેલ થનારો ચોથો ભારતીય ખેલાડી છે. જેને ફાઇનલમાં શાનદાર બોલિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

બુમરાહ ટુર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધારે વિકેટ લેનારો બોલર બન્યો. તેણે આઠ મેચમાં 14 વિકેટ લીધી છે. ફાઇનલમાં તેણે 15 રન આપીને ચાર વિકેટ લીધી અને આખી ટુર્નામેન્ટમાં તેની ઇકોનોમી 6.21ની રહી. પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી રહ્યો અને તેણે કુલ 383 રન બનાવ્યા. તેની સરેરાશ 76.60 રહી અને તેમાં શ્રીલંકા અને નામિબિયા વિરુદ્ધ બે સદી પણ સામેલ છે.

આઈસીસી મેન્સ ટી20 વિશ્વ કપ 2026ની ટીમ

  1. સાહિબઝાદા ફરહાન
  2. સંજુ સેમસન (વિકેટકીપર)
  3. ઈશાન કિશન
  4. એડન મારક્રમ (કપ્તાન)
  5. હાર્દિક પંડ્યા
  6. વિલ જેક્સ
  7. જેસન હોલ્ડર
  8. જસપ્રીત બુમરાહ
  9. લુંગી એનગિડી
  10. આદિલ રાશિદ
  11. બ્લેસિંગ મુઝરબાની
  12. શૈડલી વેન શાલ્કવિક



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *