Final Up to date:
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ દુનિયાને લાગી રહ્યું હતું કે ઈરાન ઘૂંટણિયા ટેકવી દેશે. પણ થયું તેનાથી એકદમ ઊલટું.
અમેરિકા અને ઈઝરાયેલ તરફથી થઈ રહેલા બોમ્બ બ્લાસ્ટની વચ્ચે ઈરાનમાંથી એક એવી તસવીર નીકળીને સામે આવી છે, જેણે વ્હાઈટની ચિંતા વધારી દીધી છે. તેહરાનના ઐતિહાસિક ઇન્કલાબ સ્ક્વેરમાંથી જે વીડિયો અને ફૂટેજ સામે આવ્યા છે, તેને જોઈ કદાચ ટ્રમ્પની રાતોની ઊંઘ હરામ થઈ જશે. તેમને પોતાના પ્લાન પર ફરીથી વિચારવા મજબૂર થવું પડશે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ દુનિયાને લાગી રહ્યું હતું કે ઈરાન ઘૂંટણિયા ટેકવી દેશે. પણ થયું તેનાથી એકદમ ઊલટું. ખામેનેઈના દીકરા મુજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર ઘોષિત કર્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

તેહરાનથી આવેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઇન્કલાબ સ્ક્વેર પર તલ રાખવાની પણ જગ્યા નહોતી. લાખોની સંખ્યામાં લોકો પોતાના નવા નેતા મુજતબા ખામેનેઈના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે. એક તરફ આકાશમાં અમેરિકી અને ઈઝરાયેલી મિસાઈલો વરસી રહી છે. ધમાકાનો અવાજ ગુંજી રહ્યો છે અને બીજી તરફ આ માનવમેદની રોકાવાનું નામ નથી લેતી.
આ ટ્રમ્પ માટે એક સીધી ચેલેન્જ છે. ટ્રમ્પે હાલમાં જ મુજતબા ખામેનેઈને લાઈટવેટ એટલે કે હળવા નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને ઈરાનના નવા નેતા ચૂંટવામાં દખલ દેવી પડશે. પણ તેહરાનના રોડ પર ઉમડેલી ભીડ બૂમો પાડીને કહી રહી છે કે ઈરાન પોતાની તકદીર ખુદ લખશે.

બોમ્બ બ્લાસ્ટની અસર ન થવી: છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનના ઠેકાણાં પર હુમલા કરી રહ્યા છે. ટ્રમ્પનું માનવું હતું કે ભારે પ્રેશર બાદ ઈરાની વિદ્રોહ કરી દેશે અથવા ડરી જશે. પણ રસ્તા પર ઉમટી રહેલી આ ભીડ એ બતાવે છે કે લોકો ડરવાની જગ્યાએ વધારે એકજૂટ થઈ રહ્યા છે.
મુજતબા ખામેનેઈની તાકાત: મુજતબાને અત્યાર સુધી પડદા પાછળના ખેલાડી માનવામાં આવતા હતા, પણ જે રીતે સેના અને જનતાએ તેમના નામ પર મહોર લગાવી છે, તેમણે ટ્રમ્પના મનસૂબા પર પાણી ફેરવી દીધું કે ઈરાનમાં સત્તાનો સંઘર્ષ થશે અને દેશ અંદરથી તૂટી જશે.

તેલ અને યુદ્ધની આગ: ઈરાને પહેલા જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી અને તેલ સપ્લાય રોકવાની ધમકી આપી છે. જો મુજતબાના નેતૃત્વમાં ઈરાન વધારે આક્રમક થાય છે તો આખી દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશે આંબી જશે, જેનાથી ટ્રમ્પની ઘરેલું રાજનીતિ પર ખરાબ અસર પડશે.
રસ્તા પર ઉતરી આવેલા લોકોના હાથમાં મુજતબા ખામેનેઈની તસવીરો છે. લોકો કહી રહ્યા છે કે ભલે ગમે તેટલા બોમ્બ બ્લાસ્ટ થાય, તેઓ પોતાના નવા નેતા સાથે ઊભા છે. તેહરાનના રોડ પર એક વૃદ્ધ પ્રદર્શનકારીએ કહ્યું કે ટ્રમ્પને લાગે છે કે તે મિસાઇલથી અમારા જુસ્સાને તોડી નાખશે, પણ તેમને આ વીડિયો જોવો જોઈએ કે અમે કાલે પણ ઊભા હતા અને આજે પણ ઊભા છીએ.

