ઈરાન બાદ હવે કોનો નંબર? આ દેશ પર હુમલાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો સંકેત

ઈરાન બાદ હવે કોનો નંબર? આ દેશ પર હુમલાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો સંકેત

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, વોશિંગ્ટનની નજર માત્ર ઈરાન યુદ્ધ સુધી જ સિમિત નથી, પરંતુ તેના ભૂ-રાજનીતિક ઈરાદા આનાથી ઘણા આગળ સુધી ફેલાયેલા હોઈ શકે છે. CNNને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, ક્યુબા ટૂંક જ સમયમાં ધ્વસ્ત થઈ જશે.

ઈરાન બાદ હવે કોનો નંબર?
ઈરાન બાદ હવે કોનો નંબર?

ઈરાન-ઈઝરાયેલ વોર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ક્યુબા ટૂંક સમયમાં જ ધ્વસ્ત થઈ જશે. તેઓ વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ત્યાં મોકલવાની યોજના બનાવી રહ્યા છે. CNN સાથેના ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકી સૈન્ય પ્રદર્શનના વખાણ કર્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, વોશિંગ્ટનની નજર માત્ર ઈરાન યુદ્ધ સુધી જ સિમિત નથી, પરંતુ તેના ભૂ-રાજનીતિક ઈરાદા આનાથી ઘણા આગળ સુધી ફેલાયેલા હોઈ શકે છે. CNNને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, ક્યુબા ટૂંક જ સમયમાં ધ્વસ્ત થઈ જશે અને તેઓ તેમના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ત્યાં મોકલવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘Cuba is gonna Fall fairly quickly. I’m gonna put Marco over there. We’ve obtained loads of time, however Cuba’s prepared.’

અમેરિકા ક્યુબામાં સત્તા પરિવર્તન ઈચ્છે છે

મુળ ક્યુબાના પ્રવાસી પરિવારમાંથી આવતા રૂબિયો લાંબા સમયથી ક્યુબાની રાજધાની હવાનામાં સત્તા પરિવર્તનની વાતો કરતા રહ્યા છે. ટ્રમ્પે આ વાતને લઈ સ્પષ્ટતા નથી કરી કે તેમના મતે ક્યુબા કેવી રીતે ધ્વસ્ત થશે. આ રાજનૈતિક સમજાવટના કારણે બદલાવ થશે કે પછી આર્થિક ઢોળાવ અથવા કોઈનો સીધો હસ્તક્ષેપ હશે. ક્યુબા પર છેલ્લા છ દશકથી અમેરિકી પ્રતિબંધ યથાવત છે અને 2021ના મોટા વિરોધ પ્રદર્શનો પછી દેશમાં અસંતોષની સ્થિતિ સતત બનેલી છે.

ઈરાન યુદ્ધ પર ટ્રમ્પ બોલ્યા- ગજબનું પ્રદર્શન

CNN સાથેના ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકી સૈન્ય પ્રદર્શનના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે, અમેરિકી સેના ઘણું સારું કરી રહી છે અને અપેક્ષા કરતા વધારે સફળતા મળી રહી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ખાડી (ગલ્ફ) અરબ દેશો પર ઈરાને હુમલો કરીને ખુબ જ મોટી ભૂલ કરી છે, જોકે ખાડી દેશ ‘unbelievable’ પ્રદર્શન કરી રહ્યા છે.

ઈરાનમાં કોણ કરશે નેતૃત્વ, ટ્રમ્પે જણાવ્યો આખો પ્લાન

યુદ્ધ પછી ઈરાનનું નેતૃત્વ કોણ કરશે. આ સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, આ પ્રક્રિયા વેનેઝુએલાની જેમ ચાલશે, અને નવું નેતૃત્વ એ જ હશે જે અમેરિકા અને ઈઝરાયેલના હિતોને ધ્યાનમાં રાખશે. તેલની કિંમતો પર તેમણે ચિંતાને નજરઅંદાજ કરતા કહ્યું કે, આ વધારો ‘અસ્થાયી’ છે અને જલદી જ પરિસ્થિતિ સામાન્ય થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *