Final Up to date:
‘ધુરંધર 2’ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ‘ધુરંધર 2’ એ રિલીઝ પહેલાં જ બમ્પર કમાણી કરી લીધી છે. આ મૂવી 19 માર્ચના રોજ રિલીઝ થશે. જોકે ફેન્સ ટ્રેલરને લઈને સુપર એક્સાઇટેડ છે.
‘ધુરંધર 2’ નું ટ્રેલર ક્યારે રિલીઝ થશે એ વાતને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. રિપોર્ટ્સ અનુસાર 6 માર્ચના રોજ એટલે કે આજ સાંજ સુધીમાં ટ્રેલર રિલીઝ થઈ શકે છે. 19 માર્ચના રોજ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં છવાઈ જશે. આમ, વાત કરવામાં આવે તો ‘ધુરંધર’ને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળ્યો હતો. આ મૂવીએ 1300 કરોડ રૂપિયાની વર્લ્ડવાઇડ કમાણી કરી હતી. આ સાથે અનેક રેકોર્ડ પણ તોડ્યા હતા. જોકે હવે ‘ધુરંધર 2’ને લઈને મેકર્સને આશા છે કે આ મૂવી પણ બમ્પર કમાણી કરશે. જો કે એડવાન્સ બુકિંગના 2 અઠવાડિયા પહેલાં ‘ધુરંધર 2’ ફિલ્મએ 5 કરોડ રૂપિયા કરતા વધારે કલેક્શન કર્યું છે.
5 કરોડ રૂપિયાનું કર્યું કલેક્શન
ટ્રેકિંગ સાઇટ Sacnilk અનુસાર બોક્સ ઓફિસ સાયકલમાં તેલુગુ ભાષા સમુદાયનું મજબૂત યોગદાન છે. ભારતમાં અત્યાર સુધીમાં ‘ધુરંધર 2’ નું એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી, પરંતુ અમેરિકામાં રિલીઝના 14 જ દિવસ પહેલાં જ 1,50,000 ડોલરનું પ્રીબુકિંગ થઇ ગયુ છે. ગયા વર્ષે 5 ડિસેમ્બરના રોજ ‘ધુરંધર’ મૂવી રિલીઝ થઈ હતી, જેને ઓપનિંગ ડે પર વર્લ્ડવાઇડ 41.25 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.
‘ધુરંધર 2’ માં રણવીર સિંહનું ટ્રાન્સફોર્મેશન સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. ટીઝરમાં એની પહેલી એન્ટ્રીમાં જ આંખોમાં ડર પેદા કરતો જોવા મળ્યો હતો. જોકે આ સાથે ટીઝરમાં રણવીરનો ખૂંખાર અવતાર તમે પણ જોતા રહી જાઓ એવો છે.
ઓટીટી પર ક્યારે રિલીઝ થશે ‘ધુરંધર 2’
થિયેટર રિલીઝ અને ઓટીટી ડેબ્યૂની વચ્ચે સામાન્ય રીતે આઠ અઠવાડિયાનું અંતર હોય છે. આમ, આ જોતા ‘ધુરંધર 2’ 14 મે સુધી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે હાલમાં સ્ટ્રીમિંગ ડેટ ફાઇનલ થઈ નથી. આમ, તમને જણાવી દઈએ કે ‘ધુરંધર 2’ ના મ્યુઝિક રાઇટ્સ પણ બદલવામાં આવ્યા છે. પહેલાં પાર્ટમાં સારેગામાએ સાઉન્ડટ્રેક જારી કર્યું હતું, જ્યારે ટી-સીરિઝને ‘ધુરંધર 2’ ના મ્યુઝિક રાઇટ્સ મળ્યાં છે.
Mumbai,Maharashtra
Mar 06, 2026 11:33 AM IST

