મોબાઈલ આપણા જીવનનો ખાસ હિસ્સો બની ગયો છે, પરંતુ ક્યારેક તે જ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે. ખાસ કરીને જ્યારે કોઈ મહત્વનું કામ કરતા હોઈએ, મીટિંગ કે કોન્ફરન્સમાં હોઈએ ત્યારે કોઈનો કોલ આવે તો આપણે ફટાફટ ફોનને સાયલન્ટ મોડ પર મૂકી દઈએ છીએ. પણ ઘણી વખત એવું બને છે કે આપણે ફોનને સાયલન્ટ કરીને પર તેને પાછો નોર્મલ મોડમાં લાવવાનું ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં જો ફોન ક્યાંક ઘરમાં, ઓફિસમાં કે બીજી જગ્યાએ મૂકીને ભૂલાઈ જાય કે ખોવાઈ જાય તો શું થાય? બીજા ફોનથી કોલ કરીએ તો પણ અવાજ નહીં આવે કારણ કે ‘સાયલન્ટ મોડ’ છે. આવી સ્થિતિમાં ફોનને શોધવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પણ ટેન્શન ના લો! આજે અમે તમને એકદમ સરળ અને અસરકારક રીતો જણાવીશું, જેથી સાયલન્ટ મોડમાં પણ તમારો ફોન સરળતાથી મળી જાય.

