Viral Information: લગ્ન પછી મહિલા ઇન્ફ્લુએન્સરને દગો આપી રહ્યો હતો પતિ, એક ઘડિયાળે રાઝ ખોલ્યો

Viral Information: લગ્ન પછી મહિલા ઇન્ફ્લુએન્સરને દગો આપી રહ્યો હતો પતિ, એક ઘડિયાળે રાઝ ખોલ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Viral Information: મલેશિયાની 21 વર્ષીય પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર નૂરિન લોફા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. હકીકતમાં, નૂરિનનો પતિ તેને દગો આપી રહ્યો હતો. જેનો ખુલાસો પતિએ કાંડામાં પહેરેલી ઘડિયાળે કર્યું છે.

વાઇરલ ન્યૂઝ
વાઇરલ ન્યૂઝ

Viral Information: હાલના ડિજિટલ યુગમાં લોકો માટે રહસ્યો છુપાવવા લગભગ મુશ્કેલ છે. તમે તમારા રાઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી છુપાવી શકતા નથી. મલેશિયાની 21 વર્ષીય પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર નૂરિન લોફા સાથે તાજેતરમાં બનેલી એક ઘટના આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. નૂરિને ક્યારેય વિચાર્યું નહોતું કે, દરેક મુશ્કેલીમાં તે જે પતિની પડખે ઊભી રહી હતી, એ જ પતિ તેને દગો આપી રહ્યો હતો. જોકે, આ વિશ્વાસઘાતનો ખુલાસો કોઈ જાસુસે નહીં, પરંતુ પતિએ કાંડામાં પહેરેલી ઘડિયાળે કર્યું છે.

તમે પણ મૂંઝવણમાં પડી ગયા ને કે એક ઘડિયાળ દ્વારા કઈ રીતે પતિની બેવફાઈ ઉઘાડી પડી ગઈ. હકીકતમાં, એક દિવસ જ્યારે પતિને તેની પ્રેમિકાનો મેસેજ આવ્યો, ત્યારે તે મેસેજનું નોટિફિકેશન તેની સ્માર્ટવોચની સ્ક્રીન પર આવી ગયું. આ દરમિયાન નૂરિનની નજર અચાનક તેના પર પડી અને જ્યારે તેણે જિજ્ઞાસાથી તે મેસેજ જોયા, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સ્માર્ટ વોચ પર તેના પતિ અને એક બીજી મહિલા સાથે ખૂબ જ આપત્તિજનક અને રોમેન્ટિક વાતો થઈ રહી હતી.

નૂરિને સોશિયલ મીડિયા પર પોતાનો દર્દ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેનો પતિ જે મહિલા સાથે મળીને દગો આપી રહ્યો હતો, તે એક વિદ્યાર્થિની હતી. નૂરિન માટે આ વાત કોઈ ઊંડા આઘાત જેવી હતી. કારણ કે, તેણે પોતાના પતિ માટે તે આખી દુનિયાની વિરુદ્ધ લડવા માટે પણ તૈયાર હતી. જ્યારે તેના પતિ પાસે નોકરી નહોતી અને લોકો તેની ટીકા કરતા હતા, ત્યારે નૂરિન હંમેશા તેના બચાવમાં ઊભી રહેતી. નૂરિન હંમેશા ગર્વથી કહેતી કે, તેનો પતિ એક ફૂડ ડિલિવરી રાઇડર છે અને તેઓ પોતાની મહેનતની કમાણીથી ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ એ જ પતિએ નૂરિન સાથે વિશ્વાસઘાત કર્યો.

નૂરિને ભાવુક થઈને બતાવ્યું કે, તેને પોતાના પતિ પર અતૂટ વિશ્વાસ હતો, તેણે હંમેશા તેને ખૂબ પ્રેમ કર્યો, પરંતુ તેના બદલે નૂરિનને માત્ર જૂઠ અને દગો મળ્યો. નૂરિને સ્પષ્ટ કર્યું કે તે હવે ચૂપ નહીં બેસે, કારણ કે તેનો એક નાનો દીકરો પણ છે. જોકે, પાછળથી પતિના દબાણમાં આવીને તેણે કેટલીક પોસ્ટ ડિલિટ પણ કરી દીધી, પરંતુ આ મુદ્દો હવે શાંત થવાને બદલે કોર્ટમાં પહોંચી ગયો છે. નૂરિન અને તેનો પતિ આ વિવાદ અંગે શરિયા કોર્ટમાં પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન નૂરિને પોતાના દીકરાનો ફોટો શેર કરીને તેનાથી માફી માંગી કે તેણે એક ખોટા વ્યક્તિને તેના પિતા તરીકે પસંદ કરી લીધો.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર નૂરિનની આ સ્ટોરી ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહી છે. લોકો આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, મોટાભાગના લોકો નૂરિનના સમર્થનમાં છે અને તેના પતિની ટીકા કરી રહ્યા છે. (નોંધ – આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ કન્ટેન્ટના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, Information 18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *