જિયો પ્લેટફોર્મનો મહત્વનો નિર્ણય: ઈન્ટરનેશનલ બિઝનેસના નેતૃત્વ માટે ડેન બેઈલીની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક

જિયો પ્લેટફોર્મનો મહત્વનો નિર્ણય: ઈન્ટરનેશનલ બિઝનેસના નેતૃત્વ માટે ડેન બેઈલીની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

જિયો પ્લેટફોર્મ લિમિટેડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસના નેતૃત્વ માટે ડેન બેઈલીની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે.

જિયો પ્લેટફોર્મ મહત્વનો નિર્ણય
જિયો પ્લેટફોર્મ મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (“જેપીએલ”) આજે ડેન બેઈલીની જિયો પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે, અહીં તેઓ કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાહસોનું નેતૃત્વ કરશે. લંડન સ્થિત ડેન રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીને રિપોર્ટ કરશે.

ડેન કન્સલ્ટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં તેમણે શ્રોડર્સ/સિટી, મોર્ગન સ્ટેન્લી અને એચએસબીસી જેવી સંસ્થાઓમાં વરિષ્ઠ નેતૃત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તાજેતરમાં તેમણે ડોચ બેન્કની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીએમટી પ્રેક્ટિસના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમની કારકિર્દી દરમિયાન ડેને વિશ્વની અનેક મોટી કોર્પોરેટ કંપનીઓ અને નાણાકીય સમૂહોને પરિવર્તનશીલ વ્યવહારો માટેની સલાહ આપી છે, જેમાં ઇતિહાસના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ટેલિકોમ સોદાઓનો પણ સમાવેશ થાય છે. જેથી ડેન જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાશે અને સમગ્ર વ્યવસાયમાં વ્યાપક સ્તરે પણ પોતાનું યોગદાન આપશે.

જેપીએલની તાજેતરની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યા મુજબ જિયોનો આગામી અધ્યાય હવે ભારતની બહાર વિસ્તરી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં જિયોએ એવા ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે જેણે એક અબજથી વધુ લોકો માટે કનેક્ટિવિટી અને એક્સેસની પદ્ધતિ બદલી નાખી છે. સ્પષ્ટ વ્યૂહરચના, મજબૂત ભાગીદારી અને સુનિશ્ચિત રોડમેપ સાથે જિયો હવે આ ક્ષમતાઓને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે તૈયાર છે જે ગ્રાહકો, ભાગીદારો અને શેરધારકો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરશે.

આ નિમણૂક અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે “અમે ડેનનું જિયોમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. ડેન ઘણા વર્ષોથી અમારા વિશ્વાસુ સલાહકાર રહ્યા છે અને જેમ જેમ અમે વિકાસ પામ્યા છીએ તેમ તેમ તેમનું માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છે. તેમણે તેમની કારકિર્દી વૈશ્વિક ટેલિકોમ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમના કેન્દ્રમાં વિતાવી છે અને તેઓ ઊંડા સંબંધો, વ્યૂહાત્મક સૂઝ અને ઉદ્યોગની જટિલતાની ઘનિષ્ઠ સમજ ધરાવે છે. એટલું જ મહત્વનું એ છે કે ભવિષ્ય માટેની અમારી મહત્વાકાંક્ષા અને ઊર્જામાં તેઓ પણ સહભાગી છે. હું તેમની સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છું.”

ડેન બેઈલીએ ઉમેર્યું કે “જિયોએ ભારતમાં જે નિર્માણ કર્યું છે તેની વિશાળતા, ગતિ અને લોકોના જીવન પર તેની સાચી અસરની હું લાંબા સમયથી પ્રશંસા કરું છું. આ સફળતાની ગાથાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદ કરવાની તક એવી છે જેના માટે તમારે બીજી વાર વિચારવું ન પડે. હું આકાશ અને તેમની ટીમ સાથે જોડાવા બદલ અત્યંત આનંદિત છું અને કામ શરૂ કરવા માટે હવે રાહ જોઈ શકતો નથી.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *