Israel assaults Iran : ઇઝરાયેલે શનિવારે ઈરાનમાં અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે ઘણા દિવસો સુધી તણાવની સ્થિતિ હતી. આ દરમિયાન નેતન્યાહૂની સેનાએ ઈરાન પર એર સ્ટ્રાઈક કરી હતી. ઘણી જગ્યાએ વિસ્ફોટના સમાચાર છે. ઈરાનના આકાશમાં ધુમાડો જોવા મળી રહ્યો છે.
‘સાવચેતી રાખો અને દરેક સમયે સતર્ક રહો’
બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં ભારતીય નાગરિકોને ઘણી સાવચેતી રાખવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું કે ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવચેતી રાખે અને દરેક સમયે સતર્ક રહે.
એક X પોસ્ટમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇઝરાયેલના અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરે. અપડેટ કરેલી સૂચનાઓ અહીં મળી શકે છે: https://oref.org.il/eng>
‘તમામ બિન-જરુરી પ્રવાસ ટાળો’
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ નક્કી કરેલા શેલ્ટર નજીક રહેવું જોઈએ અને તેમના રહેઠાણ અથવા કાર્યસ્થળમાં નજીકના સલામત સ્થળો વિશે ખબર હોવી જોઈએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી ઇઝરાયેલની અંદર તમામ બિન-જરૂરી મુસાફરીથી દૂર રહે.
ADVISORY
In view of the prevailing safety scenario within the area, all Indian nationals in Israel are suggested to train utmost warning and stay vigilant always.
2. Indian nationals are strongly suggested to strictly adhere to the security pointers and directions… pic.twitter.com/SOvzAdLMwn— India in Israel (@indemtel) February 28, 2026
એક્સ પોસ્ટના જણાવ્યા અનુસાર નાગરિકોને લોકલ ન્યૂઝ, સત્તાવાર ઘોષણાઓ અને ઇમરજન્સી ચેતવણીઓ પર નિયમિત નજર રાખવા કહેવામાં આવ્યું છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ભારતીય નાગરિકો 24×7 હેલ્પલાઇન દ્વારા તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જરૂરિયાત મુજબ અપડેટ્સ જારી કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો – ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો, તેહરાનમાં અનેક વિસ્ફોટ, નાગરિકોને સલામત વિસ્તારોમાં જવાની ચેતવણી
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની આ કાર્યવાહી બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં જબરદસ્ત તણાવની સ્થિતિ સર્જાઈ છે અને ઈરાને તાત્કાલિક અસરથી કટોકટી જાહેર કરી દીધી છે.
અમેરિકા તરફથી પણ ઈરાનને સતત ધમકી આપવામાં આવી રહી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જો વાતચીત સફળ નહીં થાય તો ઈરાન પર હુમલો થઈ શકે છે. હવે આ દરમિયાન ઇઝરાયેલે આ મોટો હુમલો કર્યો છે. તે જ સમયે ઇઝરાયેલે શનિવારે તેના એરસ્પેસ બંધ કરી દીધા હતા.
