મહેમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો. આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ ધપાવવાની જીદને કારણે મામલો વધુ બિચક્યો હતો. 2 કરોડ રૂપિયાના કામોનો 26 સભ્યોએ વિરોધ કર્યો છે. છતાં પણ સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસર પર પાલિકાના વહીવટમાં સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. સભ્યોએ સામાન્ય સભાના એજન્ડા તૈયાર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ છે કે સામાન્ય સભાનો એજન્ડા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર જ બનાવી દેવામાં આવે છે. સભ્યોએ ચીમકી આપી કે, જો અમને દબાવવા માંગતા હોય તો અમે રાજીનામું આપી દઈએ.
Source link
