Final Up to date:
ન્યૂઝ 18 દ્વારા આયોજિત રાઈઝિંગ ભારત સમિટમાં ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે જાણો તેમણે રાહુલ ગાંધી વિશે શું નિવેદન આપ્યું.
નવી દિલ્હી: નેટવર્ક 18 દ્વારા આયોજિત રાઈઝિંગ ભારત સમિટ 2026માં એક્ટ્રેસ કંગના રનૌતે હાજરી આપી હતી. જેમાં તેણે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સાંસદ કંગના રનૌત પહેલાથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હાલ જ કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા તેને લઈને કંગનાએ આકરા પ્રહાર કર્યા. કંગનાએ રાહુલ ગાંધીના સંસદની અંદરના વ્યવહારને મવાલી અને ટપોરી જણાવ્યું.
વધુમાં સંસદ પરિસરમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન પર તેણે કહ્યું કે “આ એક શરમજનક બાબત છે. જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. જે રીતે કપડાં ઉતારીને પ્રદર્શન કરવામાં આવ્યું તે ખરેખરમાં અશોભનીય છે. ઉપરથી રાહુલ ગાંધી પોતાને બબ્બર શેર જણાવી રહ્યા છે. સાચું કહું તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.” તેવું પણ કંગનાએ કહ્યું હતું.
કંગનાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે “જ્યારે તેઓ સંસદમાં હોય છે ત્યારે બસ કોમેડી થતી રહેતી હોય છે. સંસદમાં તેમનું વર્તન મવાલી અને ટપોરી જેવું છે. તેઓ ભાજપ નેતાઓ સાથે એ રીતે વાત કરે છે જે રીતે રસ્તા પર વાત કરવામાં આવતી હતી. બસ એવું જ કહેતા દેખાય છે કે આવો આવો મારી સાથે લડો. રાહુલને કંગનાએ રાજા બેટા જણાવતા કહ્યું કે તેમને હસ પોતાની પાર્ટીવાળા લોકો પાસે તાળીઓ વગાડવી છે. સ્પીકર અધ્યક્ષ વારંવાર ટોકતા હોય છે કે મારી તરફ જોઈને બોલો. પરંતુ તેઓ પીઠ દેખાડીને પોતાની જ પાર્ટીના લોકો તરફ જોઈને વાત કરે છે. આ સંસદ, સંવિધાન અને દેશની જનતાનું ઘોર અપમાન છે.”
કંગનાએ ચપટી વગાડતા કહ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે “કોંગ્રેસનો ભંગ કરી દેવો જોઈએ. જોકે ત્યારે નહેરુજીએ તેમની વાત ન માની. હાલ રાહુલ ગાંધી બાપુનું તે સપનું પૂરું કરી રહ્યા છે કે કોંગ્રેસને કેવી રીતે પૂરી કરવી જોઈએ.” આ સાથે જ કંગનાએ કહ્યું કે “મને લાગે છે કે કોંગ્રેસ પણ તેમની કરતૂતો પર શર્મશાર છે. જો પાર્ટીને બચાવવી હોય તો તેમણે એક સારો ચહેરો શોધવો જોઈએ.”
રાજકારણના નવા સફર વિશે વાત કરતા કંગનાએ કહ્યું કે “હજુ તે ઓછું શીખી છે. સાથે જ કહ્યું કે શીખવું જ હોય તો બેસ્ટ હોય તેની પાસેથી શીખવું જોઈએ એટલે જ અમે પીએમ મોદી પાસેથી શીખી રહ્યા છે. સાથે જ રાહુલ ગાંધી પાસેથી અમે એ શીખી રહ્યા છે કે રાજકારણમાં શું ન કરવું જોઈએ.”
મહત્વનું છે કે પોતાના આપેલા સંબોધનમાં કંગનાએ રાહુલ ગાંધી પર વધુ પ્રહાર કરતા કહ્યું કે “તે દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે એક મોટો ખતરો છે. રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે કારણ કે મૂર્ખ છે. વિદેશમાં જઈને આપણા લોકતંત્ર વિશે ખોટું બોલે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણી અર્થવ્યવસ્થાને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. તેમનું IQ અને સેલ્ફ એસ્ટીમ એટલું ઓછું છે કે વિદેશી ભારત વિરોધી શક્તિઓએ તેમના દિમાગને કેપ્ચર કરી લીધું અને તેઓ તેમના હાથની કઠપૂતળી બની ગયા છે.”
New Delhi,Delhi
Feb 27, 2026 10:20 PM IST

