આંખના પલકારામાં બેંકના કેશિયર સામે ગઠિયાએ સરકાવી લીધી નોટ!

આંખના પલકારામાં બેંકના કેશિયર સામે ગઠિયાએ સરકાવી લીધી નોટ!

બ્લોગ BLOG
Spread the love



5 બેંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. CCTVથી સજજ બેંકમાં ચોરી કરતા 2 શખ્સોને પોલીસે દબોચ્યા છે. જેમના નામ મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સો બેંકમાં જઈ નોટ બદલાવવાના નામ પર કેશિયરની નજર ચૂકવીને ચોરી કરતા હતા. મહત્વનું છે કે આ શખ્સો કેશિયર દ્વારા આપવામાં આવતી નોટોના બન્ડલમાંથી 20 થી 40 જેટલી નોટો આંખના પલકારામાં સરકાવી લેતા હતા. ત્યારબાદ નોટો કાઢેલું બંડલ જ કેશિયરને પરત આપી દેતા હતા. આમ તેમણે કુલ પાંચ બેંકમાંથી 90 હજાર રૂપિયાની ચોરી કરી હતી. જો કે સમગ્ર મામલે CCTVના આધારે પોલીસે તપાસ કરતા મધ્યપ્રદેશના મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ બંન્ને આરોપીઓને લઈને બેંક પર પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *