Final Up to date:
Google AI Skilled Certificates: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ખૂબ ટ્રેન્ડમાં છે. ઘણી કંપનીઓ એવા નિષ્ણાતોને શોધી રહી છે, જેમને AIની સારી સમજણ હોય, પરંતુ હાલ એવા લોકોની અછત છે. આ દરમિયાન જો તમે પણ AI ની મદદથી સારી જોબ મેળવવા માંગતા હોવ તો Google તમારી મદદ કરશે.
Google AI Skilled Certificates: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ખૂબ ચર્ચામાં છે. AIના લીધે હાલ દુનિયાભરના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું માનવું છે કે, AI ના લીધે નોકરીઓ ખતમ થઈ જશે અને લોકો બેકાર થઈ જશે. જોકે, કેટલાક લોકો એવું પણ માને છે કે, AI ઝડપથી દુનિયા બદલી રહ્યું છે અને ભવિષ્યમાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. માત્ર લોકોએ AI નો યોગ્ય ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં AI એક્સપર્ટની ખૂબ જ ડિમાન્ડ હશે. ત્યારે જો તમે AI શીખવા માંગતા હોવ તો Google તમારી મદદ કરશે.
જો તમે AI શીખવા માંગતા હોવ, પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે અંગે મૂંઝવણ હોય, તો ચિંતા ન કરતા. ટેક જાયન્ટ Google એ AIમાં રસ ધરાવતા લોકો માટે નવો ‘Google AI Skilled Certificates’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ ‘Develop with Google’ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એવી AI સ્કિલ્સ શીખવવાનો છે જેનો સીધો ઉપયોગ તેઓ તેમના રોજિંદા કામમાં કરી શકે. આ કોર્સમાં એક્સપર્ટ પ્રોમ્પટિંગ (AI ને આદેશ આપવાની કળા) અને જવાબદારીપૂર્વક AI નો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામમાં ભાગ લેનારા લોકોને Google ના પ્રખ્યાત AI ટૂલ્સ જેવા કે Gemini apps, NotebookLM, Gemini Canvas અને Google Workspace સાથે કામ કરવાની તક મળશે. આનાથી યુઝર્સને ઇન્ડસ્ટ્રી લેવલનો અનુભવ મળશે. આ સર્ટિફિકેટ કોર્સ સાથે Google દ્વારા 3 મહિના માટે ‘Google AI Professional’ નું ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યું છે. જેમાં, Gemini, Circulate અને NotebookLM જેવા એડવાન્સ ફીચર્સ વધારાનું ક્લાઉડ સ્ટોરેજ પણ મળશે.
1. AI Fundamentals: AI ના પાયાના સિદ્ધાંતો અને પ્રોમ્પટ લખવાની રીત.
2. AI for Brainstorming & Planning: નવા આઈડિયા તૈયાર કરવા અને પ્લાનિંગ કરવું.
3. AI for Analysis & Insights: ડેટામાંથી ઝડપથી ટૂંકી માહિતી બનાવવી અને તેના પર રિસર્ચ કરવું.
4. AI for Writing & Speaking: રફ નોટ્સને વ્યવસ્થિત મેસેજ કે પ્રેઝન્ટેશનમાં બદલવી.
5. AI for Content material Creation: AI ની મદદથી ઈમેજ, વીડિયો અને પ્રેઝન્ટેશન તૈયાર કરવા.
6. AI for Information Evaluation: Google Sheets માં Gemini ની મદદથી ડેટા ક્લીનિંગ અને વિશ્લેષણ કરવું.
ટેક ઇન્ડસ્ટ્રીમાં અત્યારે AI જાણકાર લોકોની માંગ સતત વધી રહી છે. આ કોર્સ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ કોડિંગ શીખ્યા વગર AI ટૂલ્સનો ઉપયોગ કરવા માંગે છે. ગૂગલના મતે, આ પ્રકારની સ્કિલ્સથી કામની ઝડપ અને કમાણી બંનેમાં વધારો થઈ શકે છે.

