30 હજાર રૂપિયાની લાંચ માગતા અધિકારીને ત્યાંથી કરોડો રૂપિયા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી વિગત પ્રમાણે ઓડિશાના ભુવનેશ્વરમાં સ્ટેટ વિજિલન્સની ટીમને કોલસાની ખાણનું લાઈસન્સ ધરાવતા એક વેપારીની ફરિયાદ મળી હતી કે, કટક સર્કલના ખાણ વિભાગમાં ફરજ બજાવતા દેવબ્રત મોહંતી નામના સરકારી અધિકારી તેમની પાસે લાંચ માંગી રહ્યા છે. જે ફરિયાદને આધારે ઓડિશા સ્ટેટ વિજિલન્સની ટીમે 24મી ફેબ્રુઆરીને છટકું ગોઠવ્યું અને આરોપી અધિકારી દેવબ્રત મોહંતીને રૂ. 30,000 લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘટનાને ગંભીરતાથી લઈને ઓડિશા વિજિલન્સની ટીમે લાંચ લેતા પકડાયેલા અધિકારી દેવબ્રત મોહંતીની ધરપકડ કરી તેમની વધુ પુછપરછ હાથ ધરી હતી. સાથે જ તેમની સાથે જોડાયેલા ત્રણ સ્થળો ભુવનેશ્વરમાં મોહંતીના ફ્લેટ, ભદ્રક જિલ્લામાં તેમના પિતાના ઘરે અને કટકમાં તેમની ઓફિસ ચેમ્બર એમ ત્રણેય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન, મોહંતીના ઘરમાંથી ઓડિશા વિજિલન્સના અધિકારીઓએ એક ટ્રોલી બેગમાં તથા ઘરના કબાટમાં છુપાવેલા કરોડો રૂપિયા મળી આવ્યા છે.
Source link
