Final Up to date:
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રૂપિયા મૂકવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. દેશની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે (PNB) 3 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે.
અમદાવાદ: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રૂપિયા મૂકવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. દેશની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે (PNB) 3 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. નવા દરો 24 ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે, બેંક 444 દિવસની સ્પેશિયલ FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
PNB હવે સામાન્ય ગ્રાહકોને 3percentથી 6.60% સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે સિનિયર સિટીઝનને 3.50% થી 7.10% અને સુપર સિનિયર સિટીઝનને 3.80% થી 7.40% સુધી વ્યાજ મળી રહ્યું છે. 444 દિવસના સ્પેશિયલ FD પર સામાન્ય ગ્રાહકોને 6.60%, સિનિયર સિટીઝનને 7.10% અને સુપર સિનિયર સિટીઝનને 7.40% વાર્ષિક વ્યાજ મળશે. જે આ સમયે બેંકમાં સૌથી વધુ વ્યાજદર છે.
જો કોઈ સામાન્ય ગ્રાહક 444 દિવસ માટે 1,00,00 રૂપિયાની FD કરે છે તો 6.60% વાર્ષિક વ્યાજ દર પર તેને આશરે 8200 રૂપિયાથી વધુ વ્યાજ મળી શકે છે. જ્યારે સિનિયર સિટીઝનને 7.10percentના હિસાબે લગભગ 8900 રૂપિયાની આસપાસ વ્યાજ મળી શકે છે, તેમજ સુપર સિનિયર સિટીઝનને 7.40% દર પર આશરે 9329 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.
બીજી બેંકો કેટલું વ્યાજ આપે છે?
- ભારતીય સ્ટેટ બેંક પોતાની 444 દિવસની અમૃત વૃષ્ટિ સ્કીમમાં 6.45% (જનરલ) અને 6.95% (સિનિયર) વ્યાજ આપી રહી છે.
- બેંક ઓફ બરોડા 444 દિવસની સ્કીમ પર 6.45% થી 7.05% સુધી વ્યાજ આપી રહી છે.
- ઇન્ડિયન બેંકની 444 દિવસની FD પર 6.45% થી 7.20% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
- કેનરા બેંક પણ 444 દિવસની FD પર 6.45% (જનરલ) અને 6.95% (સિનિયર) વ્યાજ દર આપી રહી છે.
Feb 25, 2026 10:16 PM IST

