ઈઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું સ્વાગત સ્પીકરે નમસ્તે ઈન્ડિયા બોલીને કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. તેમણે ભારતમાં યહૂદીઓને આપવામાં આવતા સન્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યહૂદીઓને ઘર આપ્યું.
પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચતા મોદી-મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, પીએમ મોદી મિત્રથી વધારે મારા ભાઈ છે. ઈઝરાયેલ આવવું અમારા માટે ગર્વની વાત છે.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ સંસદમાં પીએમ મોદીનું સ્વાગત કરી તેમના ખૂબ વખાણ કર્યા. નેતન્યાહૂએ કહ્યું કે, ભારત અને ઈઝરાયેલના ગાઢ સંબંધ જગજાહેર છે. પીએમ મોદી તમે બહાના નથી બનાવતા. તમે સાચે જ અમારી સાથે ઊભા છો. ભારત, ઈઝરાયેલ સાથે ઊભું છે. સચ્ચાઈ સાથે ઊભું છે. બંને દેશ કેટલાય હિત શેર કરે છે. મોદી, ઈઝરાયેલના સમર્થનમાં બોલે છે. યહૂદીઓ માટે ભારત અમારા સાથે ઊભા છે. તેમનું આટલું કહેતા જ આખી સંસદે ઊભા થઈને તાળીઓ વગાડવાનું શરુ કરી દીધું.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ભૂમધ્યસાગરના તટ પર પ્રધાનમંત્રી મોદીની પાછલી યાત્રાને યાદ કરતા કહ્યું કે બંને દેશોએ મળીને કેટલાય ચમત્કાર જરૂર કર્યા છે. તેમણે કહ્યું કે, આ દરમ્યાન બંને દેશો વચ્ચે વેપાર ડબલ થયો છે. સહયોગ ત્રણ ગણો વધ્યો છે અને આપસી સમજ ચાર ગણી વધારે ગાઢ થઈ છે.
એક એવી દુનિયામાં જ્યાં યહૂદી વિરોધ વધી રહ્યો છે. ભારત અમારી સાથે ઊભું છે. ભારત એક એવો દેશ છે, જ્યાં યહૂદીઓ પર ક્યારેય અત્યાચાર થયો નથી. ખાલી સ્વાગત થયું છે. અમે તેને ક્યારેય નહીં ભૂલીએ, ભારત આપનો આભાર.
ઈઝરાયેલી સંસદને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રતિષ્ઠિત સદન સામે ઊભા રહેવું મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક જૂની સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી સભ્યતાને સંબોધિત કરી રહ્યો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોનું અભિવાદન અને દોસ્તી, સન્માન અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.
પીએમ મોદીએ ઈઝરાયેલી સંસદ કેનેટમાં ભાષ શરુ કરતા કહ્યું કે, હું એ દિવસે જન્મ્યો હતો, જ્યારે ભારતે ઈઝરાયેલને માન્યા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારત, ઈઝરાયેલ સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે હમાસના આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, માસૂમોની હત્યાનો કોઈ ઉદ્દેશ્ય હોઈ શકે નહીં. ભારતે પણ આતંકવાદનો ડંખ સહન કર્યો છે. લાંબા સમયથી વેઠી રહ્યા છીએ. 26/11માં કેટલાય માસૂમોના જીવ ગયા, જેમાં કેટલાય ઈઝરાયેલી પણ હતા.
મોટા ભાગે આંતરરાષ્ટ્રીય મંચો પર નેતાઓ શબ્દો સાથે રમતા હોય છે, પણ પીએ મોદીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં 7 ઓક્ટોબરના હુમલાને બર્બર આતંકી હુમલો કહ્યો. તેમણે હમાસના આ હુમલામાં ઉજડેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, અમે આપનું દર્દ અનુભવી રહ્યા છીએ. દૃઢ વિશ્વાસ સાથે ભારત ઈઝરાયેલ સાથે મજબૂતીથી ઊભુ છે. તેમનું આ ફુલ કનવિક્શનવાળું નિવેદન ઈઝરાયેલીઓ માટે એક મોટો ભાવનાત્મક ટેકો હતો. જેણે એ સ્પષ્ટ કરી દીધું કે, ભારત આ મુદ્દા પર કોઈ દુવિધામાં નથી.
પોતાા ભાષણને લોકોના દિલ સાથે જોડવા માટે પીએમ મોદીએ ક ખાસ સંજોગનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તેમને ઈઝરાયેલ સાથે એક જન્મજાત નાતો છે. જે દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર 1950ના રોજ ભારતે ઔપચારિક રીતે ઈઝરાયેલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી, ઠીક એ જ દિવસે તેમનો જન્મ થયો હતો. આ વ્યક્તિગત જોડાણે ત્યાં હાજર લોકોના દિલ જીતી લીધા અને તાળીયોનો ગડગડાટ થવા લાગ્યો.
પ્રધાનમંત્રી મોદીએ યાદ અપાવ્યું કે ભારત અને ઇઝરાયલ માત્ર વિકાસમાં જ નહીં, પણ આતંકવાદના દુઃખમાં પણ ભાગીદાર છે. તેમણે 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતીયો સાથે ઇઝરાયલના નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈપણ કારણથી નિર્દોષ નાગરિકોની હત્યા યોગ્ય ઠેરવી શકતી નથી. આતંકવાદને કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.
પ્રધાનમંત્રીએ વિશ્વની એ તાકાતોને પણ સંદેશો આપ્યો, જે આતંકવાદ પર ‘ગુડ ટેરર અને બેડ ટેરર’નો ભેદ રાખે છે. તેમણે કહ્યું કે, આતંકવાદ સામે લડવા માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ જરૂરી છે અને તેમાં કોઈપણ પ્રકારના ડબલ સ્ટાન્ડર્ડ્સ નહીં ચાલે. આતંકવાદનો એકમાત્ર ઉદ્દેશ સમાજને અસ્થિર કરવો અને વિકાસને અટકાવવાનો છે.
પ્રધાનમંત્રીએ અબ્રાહમ એકોર્ડ્સની પણ વાત કરી. સૌથી મહત્વની વાત એ રહી કે, ઇઝરાયલના મંચ પરથી જ પ્રધાનમંત્રીએ ખૂબ જ સંયમપૂર્વક ‘ગાઝા શાંતિ પહેલ’ને સમર્થન આપ્યું, જેને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પણ સમર્થન છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ સમગ્ર વિસ્તારમાં ન્યાયસંગત અને સ્થાયી શાંતિ ત્યારે જ આવી શકે, જ્યારે ‘ફિલિસ્તીનના મુદ્દાનો’ પણ ઉકેલ આવે.
ઇઝરાયલની સંસદને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગાઝા પીસ ઇનિશિયેટિવ, જેને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે મંજૂરી આપી છે, એ એક માર્ગ બતાવે છે. ભારતે આ પહેલ માટે પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અમારું માનવું છે કે, આ પહેલમાં આ વિસ્તારમાં રહેતા તમામ લોકો માટે યોગ્ય અને સ્થાયી શાંતિનો વાયદો છે, જેમાં ફિલિસ્તીનના મુદ્દાનો ઉકેલ પણ સામેલ છે. અમારી બધી કોશિશો સમજદારી, હિંમત અને માનવતા સાથે ચાલે. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પણ ભારત આ વિસ્તારમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે તમારા અને વિશ્વના સાથે છે.
