ઇન્વેસ્ટર્સ નફાનો અમુક ભાગ ગોલ્ડ અને સિલ્વરમાં લગાવી શકે :- મેક્સવેલે કહ્યું કે, “આ ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોના ઓબ્જેક્ટિવ, રોકાણનો સમયગાળો અને અન્ય પરિબળો પર આધાર રાખે છે.” એનાલિસ્ટ્સ સૂચવે છે કે ઇક્વિટી રોકાણોમાંથી નફાનો એક ભાગ ધીમે-ધીમે ગોલ્ડ અથવા સિલ્વર ETFમાં રોકાણ કરી શકાય છે. આનાથી ડાઉનસાઇડ રિસ્ક, ઇન્ફ્લેશન અને પોલિસીમાં ફેરફારો સામે રક્ષણ મેળવવામાં મદદ મળશે. મેક્સવેલે કહ્યું કે, ઇક્વિટીમાંથી પૈસા ઉપાડવા અને ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ ફક્ત ત્યારે જ કરી શકાય છે, જો ઇક્વિટીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો હોય. હાલ આવું નથી.”

