સુનિલ કુમાર નાયકે IITથી BTech કર્યું, UPSC ક્રેક કરી બન્યા IPS, આ કેસમાં પોલીસે કરી ધરપકડ

સુનિલ કુમાર નાયકે IITથી BTech કર્યું, UPSC ક્રેક કરી બન્યા IPS, આ કેસમાં પોલીસે કરી ધરપકડ

વર્લ્ડ WORLD
Spread the love

Final Up to date:

IPS Story: બિહાર ફાયર સર્વિસના IG સુનિલ કુમાર નાયક હાલ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોમવારે (23 ફેબ્રુઆરી) આંધ્રપ્રદેશ પોલીસે બિહારમાં દરોડા પાડીને તેમની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી 2021માં પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને ત્રાસ આપવાના એક કેસમાં કરી છે.

IPS સુનિલ કુમાર નાયક

નોંધનીય છે કે, સુનિલ કુમાર નાયક 2005ની બેચના બિહાર કેડરના IPS અધિકારી છે. તેઓ વર્ષ 2019થી 2023 સુધી ડેપ્યુટેશન પર આંધ્રપ્રદેશમાં ફરજ બજાવતા હતા અને ત્યાં CIDમાં DIGનું પદ સંભાળી રહ્યા હતા. 2021માં તેમણે આંધ્રપ્રદેશના તાત્કાલિન ડેપ્યુટી સ્પીકર કે. રઘુરામા કૃષ્ણા રાજુને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે રઘુરામા YSRCPના સાંસદ હતા. આ દરમિયાન રઘુરામાએ CID પર કસ્ટડી દરમિયાન મારામારી કરવાનો અને દવાઓ ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

IITથી કર્યું છે બીટેક

IPS સુનિલ કુમાર નાયક મૂળ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના રહેવાસી છે. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ (IIT Madras) માંથી બીટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બેંગલોર (IIIT Bangalore) માંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગમાં (AI-ML)માં પીજી ડિપ્લોમા પણ કર્યું છે. ત્યાર પછી તેમણે UPSC સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને IPS બન્યા.

IPS સુનિલ કુમાર નાયકે બિહારના ઘણા જિલ્લામાં સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) તરીકે કામ કર્યું, ત્યાર પછી તેમને જાન્યુઆરી 2020માં 3 વર્ષ માટે ઇન્ટર કેડર ડેપ્યુટેશન માટે આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.

આંધ્રપ્રદેશ પોલીસને ન મળ્યા ટ્રાન્ઝિટ રિમાન્ડ

આંધ્રપ્રદેશ પોલીસે સોમવારે પટણામાં દરોડા પાડીને IPS સુનિલ કુમારની ધરપકડ કરી. જોકે, સ્થાનિક કોર્ટે આ ધરપકડને ખોટી ગણાવી ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, યોગ્ય દસ્તાવેજો અને ઔપચારિક પ્રક્રિયા વગર કોઈપણ આરોપીને બીજા રાજ્યમાં લઈ જવું શક્ય નથી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *