ગંગા નદીમાં રેતી અને મજૂરો ભરેલી હોડી ડૂબી

ગંગા નદીમાં રેતી અને મજૂરો ભરેલી હોડી ડૂબી

બ્લોગ BLOG
Spread the love



બિહારના સમસ્તીપુરમાં ગંગા નદીમાં રેતી અને મજૂરો ભરેલી હોડી અચાનક પલટી ગઈ. હોડી પર ક્ષમતા કરતા વધુ વજન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો. જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રસલપુર પથ્થર ઘાટ પાસે દુર્ઘટના સર્જાઈ. રેતીની સેંકડો ગુણીઓ અને 10 મજૂરો સાથેની હોડી નદીની વચ્ચે પહોંચતા જ અચાનક એક તરફ નમી ગઈ હતી. હોડી ડૂબતી જોઈ મજૂરોએ તાત્કાલિક નદીમાં કૂદી ગયા. મજૂરોએ જીવ બચાવવા ભારે મથામણ કરી. સદનસીબે તમામ મજૂરો તરીને બહાર આવી જતા મોટી જાનહાનિ ટળી છે, જોકે રેતીની ગુણો સાથે આખી હોડીએ જળસમાધી લઈ લીધી. આ ઘટનાને લઈ જળ સંસાધન વિભાગના અધિકારીઓ મૌન છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *