Final Up to date:
કહેવાય છે કે કાસગંજના અમાંપુર ફળિયામાં એક પેટ્રોલ પંપ પાછળ રહેલા સત્યવીરના પરિવારના લોકોની લાશો બંધ ઘરમાંથી મળી છે.
કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં સંદિગ્ધ પરિસ્થિતિમાં એક રૂમમાંથી પાંચ લાશ મળી છે. તમામ એક જ પરિવારના છે. એક સાથે પાંચ લોકોની લાશ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આખા પરિવારની હત્યા કરી કે આત્મહત્યા છે તેને લઈને શંકા છે. પતિ ફાંસીના ફંદા પર ઝૂલી રહ્યો હતો. પત્નીની હત્યા ધારદાર હથિયારથી ગળું કાપીને કરી છે. સાથે જ ત્રણ બાળકોની પણ હત્યા થઈ છે. ત્રણ બાળકોમાં બે છોકરી અને એક છોકરો છે. તમામ મૃતક બાળકો સગીર હોવાનું કહેવાય છે. બાળકોને ઝેરી પદાર્થ આપીને હત્યા કરી હોવાની શંકા છે. આ ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળે પોલીસફોર્સ આવી પહોંચી હતી. આ ઘટના કોતવાલી અમાપુર વિસ્તારની છે.
કહેવાય છે કે કાસગંજના અમાંપુર ફળિયામાં એક પેટ્રોલ પંપ પાછળ રહેલા સત્યવીરના પરિવારના લોકોની લાશો બંધ ઘરમાંથી મળી છે. જ્યાં સત્યવીરની લાશ ફાંસીએ લટકતી હતી. પત્નીનું ગળું કપાયેલું હતું અને નજીકમાં બાળકો મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસ ઘરનો દરવાજો વેલ્ડિંગ મશીનથી કાપીને ઘરમાં એન્ટર થઈ હતી. પોલીસને પત્ની રામશ્રી, દીકરી પ્રાચી, આકાંક્ષા અને દીકરા ગિરીશની લાશ જમીન પર નીચે પડેલી મળી છે.
સત્યવીર વેલ્ડિંગનું કામ કરતો હતો. આ ઘટનાની જાણકારી મળતા એસપી સહિત બીજા ટોપ અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી. ઘટનાસ્થળની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. તમામ આ ઘટનાથી ખૂબ જ ડરી ગયા હતા. પોલીસ હવે મોત પાછળના કારણો જાણવાની કોશિશ કરી રહી છે.
Feb 21, 2026 10:53 PM IST

