ભક્તિનો મહાકુંભ! 8 લાખ ભક્તો ઉમટી પડશે, મુરલીધર દાદાનો ભવ્ય મહોત્સવ, 551 યજ્ઞકુંડનું નિર્માણ કરાયું

ભક્તિનો મહાકુંભ! 8 લાખ ભક્તો ઉમટી પડશે, મુરલીધર દાદાનો ભવ્ય મહોત્સવ, 551 યજ્ઞકુંડનું નિર્માણ કરાયું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ધાર્મિક આસ્થા અને ભક્તિનો મહાસંગમ હવે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં સર્જાવાનો છે. મુરલીધર દાદાના નિજ મંદિરમાં આગામી 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય પ્રવેશ મહોત્સવ યોજાશે. 551 યજ્ઞકુંડની વિશાળ યજ્ઞશાળા, કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા ભાગવત સપ્તાહ, લાખો ભક્તોની હાજરી અને કરોડો રૂપિયાની વ્યવસ્થાઓ સાથે આ મહોત્સવ સમગ્ર ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

+

મુરલીધર

મુરલીધર દાદાના ભવ્ય મહોત્સવ

ભાવનગર: ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવ આગામી તારીખ 22 થી 28 ફેબ્રુઆરીના થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 551 યજ્ઞકુંડ સાથેની મોટી યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે. મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વમુખે ભાગવત સપ્તાહનું ભક્તોને રસપાન કરાવશે, તેમજ રાત્રિના સમયે લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

એક સપ્તાહ ચાલનારા મહોત્સવમાં રોજ એક લાખ માણસો દર્શનાર્થે આવશે. તેમજ તારીખ 26/2 ના 8 થી 9 લાખ લોકો આવશે તેવી આયોજકોની ગણતરી છે. 50 થી 70 હજાર ગાડીઓનું પાર્કિંગ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. રસોડાની જો વાત કરીએ તો 600 જેટલા માણસો રસોડા વિભાગમાં કામ કરશે. 46 જેટલા ચૂલા બનાવવામાં આવેલા છે, જેમાં એક જ તેપલામાંથી 25000 જેટલા માણસો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે.

એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલ આ મૂર્તિ છે. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રીકૃષ્ણ સદા માટે દ્વારિકા જતા હતા, ત્યારે ભગવાનનો રથ 2-3 કોસ ચાલતા ભગવાને અર્જુનને પાછા વળવા કહ્યું, ત્યારે અર્જુને કહ્યું, “હું આપના વિના એક ક્ષણ પણ નહીં રહી શકું.” ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ.

મુરલીધર દાદાની આ મૂર્તિ સેજકજી મહારાજાને મળેલ. ત્યાર બાદ સેજકજી મહારાજના વંશમાં રામદાસજી મહારાજ પાસે મૂર્તિ આવેલી. રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા. રામદાસજી મહારાજ કાશીની જાત્રા કરવા નીકળ્યા હતા, ત્યારે તેઓ મેવાડના મેહમાન બન્યા હતા. તે જ સમયે મહંમદ ખિલજી દ્વારા મેવાડના રાજા ઉપર આક્રમણ કરવામાં આવ્યું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા અને મુરલીધર દાદાની મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી. રામદાસજી મહારાજના પૌત્ર વિસોજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા ફરી મૂર્તિ મળી આવતા ઈ.સ. 1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ત્યાર બાદ ગામ વસવા આવેલું હતું.

આ પણ વાંચો: ઝડપ નહીં, સલામતી જ સાચી જીત! 61 વર્ષે બોમી જાગીરદાર બન્યા રોડ સેફટીના દૂત, 6 લાખ કિમી સાયકલ ચલાવી પણ પડ્યા નથી

આ અંગે ગોહિલ ઉપેન્દ્રસિંહ જણાવ્યું કે આગામી તારીખ 22 થી 28 સુધી અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન રાખવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં પોતાના મુખેથી મૂર્તિ અર્જુનજીને આપેલી આ મૂર્તિ અંદાજિત 450 વર્ષ પહેલા અમારા પચ્છેગામ ગામમાં આવી હતી. આ ઉપરાંત અહીંયા નવ કરોડ કરતાં પણ વધુના ખર્ચે ભવ્ય મંદિર બનાવવાનો અવસર મળ્યો છે. મંદિર બની ગયા બાદ હવે નિજ મંદિરનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં મહાયજ્ઞ, ભાગવત સપ્તાહ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *