ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે અંદાજિત બે લાખ રૂપિયાનો જુદા જુદા વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે. તો આગામી 4 દિવસમાં તમામ કચરો તળેટીમાંથી દૂર કરવામાં આવશે.
Source link
