IND vs NED: ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો, નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું, શિવમ દુબેની તોફાની ફિફ્ટી

IND vs NED: ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો, નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું, શિવમ દુબેની તોફાની ફિફ્ટી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

IND vs NED: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2026માં આજે નેધરલેન્ડ્સ સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. આ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે.

ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું
ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું

IND vs NED: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2026માં આજે નેધરલેન્ડ્સ સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. આ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે. મેચમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. સૂર્યા બ્રિગેડે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટના નુકસાને 193 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ સાત વિકેટના નુકસાને 176 રન બનાવી શકી હતી. આમ ટીમ ઇન્ડિયાએ 17 રને મેચ પોતાના નામે કરી લીધી. આ મેચ સાથે જ ટી20 વર્લ્ડ કપ 2026માં નેધરલેન્ડ્સની સફર ખતમ થઈ હતી, નેધરલેન્ડ્સને ચારમાંથી એક માત્ર જીત નામીબિયા સામે મળી હતી.

194 રનના જવાબમાં ઉતરેલી નેધરલેન્ડ્સની શરૂઆત સારી રહી હતી. નેધરલેન્ડ્સની પહેલી વિકેટ છઠ્ઠી ઓવરમાં પડી હતી. મેક્સની વિકેટ 35ના સ્કોરે પડી હતી. ત્યાર બાદ 51ના સ્કોર પર માઇકલ લેવિટ આઉટ થયો. બાસ ડી લીડે અને કોલિન અને વચ્ચે સારી પાર્ટનરશીપ થઈ, પરંતુ તે લાંબો સમય ટકી નહીં. 15.5 ઓવર સુધી નેધરલેન્ડ્સનો સ્કોર 125/6 હતો અને તેની હાર લગભગ નક્કી લાગી રહી હતી.

જેક લાયન અને નોઆ ક્રોસે આક્રમક બેટિંગથી છેલ્લી ઓવર સુધી નેધરલેન્ડ્સની જીતને આશાને જીવંત રાખી, બંને વચ્ચે માત્ર 23 બોલમાં 47 રનની પાર્ટનરશીપ થઈ. છેલ્લી 2 ઓવરમાં નેધરલેડ્સને જીતવા માટે 46 રનની જરૂર હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. અભિષેક શર્મા ફરી એકવાર અનલકી સાબિત થયો અને પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થઈ ગયો. ત્યાર બાદ ઈશાન કિશન પણ 7 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો. ઈશાનના આઉટ થતા જ ટીમ ઇન્ડિયાનો સ્કોર 39/2 હતો.

ત્યાર બાદ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે ઇનિંગ સંભાળી હતી. જો કે આ પાર્ટનરશીપ લાંબી ટકી નહીં અને સૂર્યકુમાર યાદવ 34 રન બનાવીને કાઇલ ક્લેનના બોલ પર આઉટ થઈ ગયો. સૂર્યાના આઉટ થયા પછી ભારતીય ટીમનો સ્કોર 110/4 હતો. ત્યાર બાદ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર્સમાં સારી બેટિંગ કરી. એક સમયે એવું લાગી રહ્યું હતુ કે, ભારત સરળતાથી 200 પાર કરી લેશે. પરંતુ છેલ્લી ઓવરમાં શિવમ દુબે 66 રન બનાવીને આઉટ થઈ ગયો અને ટીમનો સ્કોર 193એ અટકી ગયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *