Final Up to date:
Salim Khan Well being Replace: હિન્દી સિનેમાનાં દિગ્ગજ લેખક સલીમ ખાનની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. અચાનક બ્લડ પ્રેશરમાં વધવાને કારણે મગજના જમણા ભાગમાં બ્લીડિંગ થવા લાગ્યું. જો કે હાલમાં ડોક્ટરે સલીમ ખાનને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા છે.
સલમાન ખાનનાં પિતા અને દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. 17 ફેબ્રુઆરીનાં રોજ તબિયત લથડતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પહેલાં આઇસીયૂમાં લઇ જવામાં આવ્યા હતા. થોડા સમય સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહ્યા બાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સલીમ ખાનનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયુ હતુ, જેના કારણે મગજની જમણી બાજુમાં ઇન્ટરનલ બ્લીડિંગ થયું. આ કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સાથે બુધવારનાં રોજ સર્જરી કરવામાં આવી શકે છે.
ન્યૂઝ 24 નાં એક રિપોર્ટ અનુસાર બ્લડ પ્રેશર સ્પાઇક થયુ જેના કારણે બ્રેનની જમણી બાજુમાં બ્લડ વેસલ્સ ફાટી ગઇ અને ઇન્ટરનલ બ્લીડિંગ થવા લાગ્યું. ડોક્ટર્સની ટીમ સતત દેખરેખ કરી રહી છે અને 90 વર્ષનાં સલીમ ખાનને બુધવારનાં રોજ એટલે કે આજે સર્જરી કરવામાં આવશે.
સલમાન ખાનનો પૂરો પરિવાર હોસ્પિટલમાં
સલમાન ખાનનો પૂરો પરિવાર આ સમયે હોસ્પિટલમાં હાજર છે. આ દુખની ઘડીમાં બધા એકબીજાને સપોર્ટ કરી રહ્યાં છે. સલમાનનાં ફેન્સ જલદી ઠીક થઇ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હોસ્પિટલની બહારથી અનેક વીડિયો સામે આવી રહ્યાં છે.
મંગળવારનાં રોજ સાંજે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ‘સલીમ સાહેબના ઇલાજ માટે એક્સપર્ટ ડોક્ટરોની એક મોટી ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને ન્યુરોસર્જન શામેલ છે. પરિવારની વિનંતી પર અમે વધારે જાણકારી નહીં આપી શકીએ પરંતુ સારી વાત એ છે કે હાલ તેઓ સ્ટેબલ છે. જોકે તેમની ઉંમરને જોતા ડોક્ટર સતત તેમના પર નજર રાખી રહ્યા છે.’
Mumbai,Maharashtra
Feb 18, 2026 11:02 AM IST

