Final Up to date:
બિહાર: બિહારમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓમાં વહીવટી તંત્રના કડક નિયમો વિદ્યાર્થીઓ પર ભારે પડી રહ્યા છે. એક વિદ્યાર્થિની માત્ર થોડી મિનિટ મોડી પહોંચી તો તેની આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહી.
બિહાર: બિહારમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓમાં વહીવટી તંત્રના કડક નિયમો વિદ્યાર્થીઓ પર ભારે પડી રહ્યા છે. એક વિદ્યાર્થિની માત્ર થોડી મિનિટ મોડી પહોંચી તો તેની આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહી. પરીક્ષા કેન્દ્રો પર ગેટ બંધ થયા બાદ કોઈને પ્રવેશ ન આપવાનો નિયમ તેમના પર ભારે પડ્યો, જેના કારણે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ પરત ફરવું પડ્યું. આ ઘટનાઓએ પરીક્ષા કેન્દ્રોની બહાર ભાવુક અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જ્યું છે.
શહેરના સેન્ટ ટેરેસા સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થિની નિર્ધારિત સમયથી માત્ર થોડી જ મિનિટ મોડી પહોંચી હતી. ગેટ બંધ થઈ ગયા બાદ તેને અંદર જવા દેવામાં આવી નહીં. હતાશા અને નિરાશાના કારણે તેણે સ્કૂલની દીવાલ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓએ તેને તરત જ રોકી લીધી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર વાલીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને તેઓએ કેટલીક ક્ષણો માટે હંગામો પણ કર્યો. વાલીઓએ વિનંતી કરી કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને થોડી મિનિટોની છૂટછાટ આપવી જોઈએ, પરંતુ નિયમોની આગળ કોઈ વિનંતી સ્વીકારાઈ નહીં.
VIDEO | Bettiah, Bihar: College students attain examination centre late after getting caught in visitors, disallowed entry.
A pupil says, “Three to 4 ladies additionally arrived late. We’re being denied entry as they are saying we got here late and won’t be allowed.”
(Full video obtainable on PTI Movies -… pic.twitter.com/AybhT3M7ck
— Press Belief of India (@PTI_News) February 17, 2026
આવી જ કરુણ ઘટના ઉર્દૂ આમના હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની બહાર પણ જોવા મળી. અહીં બે વિદ્યાર્થિનીઓ પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પહોંચી ગઈ હતી, પરંતુ ગેટ તો પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની કડક માર્ગદર્શિકા અનુસાર તેમને અંદર જવાની પરવાનગી મળી નહીં. પરીક્ષા કેન્દ્રની બહાર આ વિદ્યાર્થિનીઓ પોક મૂકીને રડતી જોવા મળી. ‘એક મિનિટ’ના વિલંબે તેમનું ભવિષ્ય બગાડ્યું અને તેઓને પરીક્ષા આપ્યા વગર જ રડતી આંખે ઘરે પરત ફરવું પડ્યું. આ દૃશ્યોએ ત્યાં હાજર લોકોને ભાવુક કરી દીધા હતા.
જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે સખત પગલાં લઈ રહ્યું છે. અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ગેટ બંધ થયા બાદ કોઈ પણ સ્થિતિમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવો નહીં. આ કડકતાનું કારણ છે કે પરીક્ષાઓમાં પારદર્શિતા અને નિયમિતતા જળવાઈ રહે. જોકે, વાલીઓ અને વિદ્યાર્થીઓની વિનંતી છે કે આવા કિસ્સાઓમાં થોડી માનવીય અભિગમ અપનાવવો જોઈએ, જેથી નાની ભૂલો વિદ્યાર્થીઓના જીવન પર મોટો અસર ન કરે.

