સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને ‘તાલિબાની’ સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. લોકો એટલા રોષે ભરાયા હતા કે તેમણે આરોપી ચિરાગ ગોટીના પહેરેલા કપડા પણ ફાડી નાખ્યા હતા.
Source link
