બોક્સ ઓફિસ પર શાહિદ કપૂરનો જલવો, ‘ઓ રોમિયો’ એ ‘તૂ યા મેં’ ને ચટાડી ધૂળ; જાણો કલેક્શન વિશે

બોક્સ ઓફિસ પર શાહિદ કપૂરનો જલવો, ‘ઓ રોમિયો’ એ ‘તૂ યા મેં’ ને ચટાડી ધૂળ; જાણો કલેક્શન વિશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

બોક્સ ઓફિસ શુક્રવારનાં રોજ બે ફિલ્મોની ટક્કર થઈ, જેમાં શાહિદ કપૂરની ઓ રોમિયો અને આદર્શ ગૌરવની તૂ યા મેં ફિલ્મો છે. આ બન્ને મૂવીમાંથી ઓ રોમિયોએ કમાણીનાં મામલે બાજી મારી દીધી છે.

વીકેન્ડમાં વધારે કમાણી કરી શકે છે.
વીકેન્ડમાં વધારે કમાણી કરી શકે છે.

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ ઓ રોમિયો 13 ફેબ્રુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. બોક્સ ઓફિસ પર આ મૂવીની શરૂઆત સારી રહી છે. ફેન્સને શાહિદ કપૂરની એક્ટિંગ જોરદાર પસંદ પડી છે. જો કે ઓ રોમિયો મૂવીએ શાનદાર ઓપનિંગ શરૂઆત કરી છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શરૂઆતી આંકડાઓ પરથી એવું લાગી રહ્યું છે કે આ મૂવી સારી એવી કમાણી કરી શકે છે. જો કે શાહિદની ઓ રોમિયોએ આદર્શ ગૌરવ અને શનાયા કપૂરની ફિલ્મ તૂ યા મેંને ધૂળ ચટાડી દીધી છે.

ટ્રેડ વેબસાઇટ સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ઓ રોમિયોએ ભારતમાં પહેલાં દિવસે લગભગ 8.25 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. દેશભરમાં આ ફિલ્મએ લગભગ 4747 શોઝ ચાલ્યા અને લગભગ 11.74 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ છે. વીકેન્ડમાં હજુ સારી કમાણી કરી શકે છે.

શાહિદ કપૂરે તોડ્યા એની જ ફિલ્મોનાં રેકોર્ડ

શાહિદ કપૂરે એની જ ફિલ્મોનાં રેકોર્ડ તોડ્યા છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. ઓ રોમિયોએ ઓપનિંગ ડે પર સારું એવું પરફોર્મ કર્યું છે. જો કે ઓ રોમિયો પહેલાં શાહિદની મૂવીનું ઓપનિંગ ડે આટલું સારું રહ્યું નથી. આમ, વાત કરવામાં આવે તો શાહિદ કપૂર ઓ રોમિયો મૂવીમાં કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં આ ફિલ્મનાં સોન્ગ પણ ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યાં છે.

બોક્સ ઓફિસ પર તૂ યા મેંની ખરાબ શરૂઆત

આદર્શ ગૌરવ અને શનાયા કપૂરની ફિલ્મ તૂ યા મેંની વાત કરવામાં આવે તો આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત થઈ છે. શરૂઆતી આંકડા પણ કંઈ ખાસ રહ્યાં નથી. સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ફિલ્મએ પહેલાં દિવસે બોક્સ ઓફિસ પર માત્ર 57 લાખનું કલેક્શન કર્યું છે. ફિલ્મ 1 કરોડનાં આંકડા પર પણ પહોંચી શકી નથી. આ આંકડો જોતાં મેકર્સ પણ ચિંતામાં છે. દેશભરમાં ફિલ્મનાં લગભગ 1239 શો ચાલ્યા, એટલે કે દર્શકોનો સારો રિસ્પોન્સ મળી ચૂક્યો નથી. આમ, ઓપનિંગ ડે પર ફિલ્મએ ખાસ છાપ છોડી નથી. રિપોર્ટ્સ અનુસાર બન્ને ફિલ્મ વીકેન્ડમાં વધારે કમાણી કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *