સાયકોલોજિકલ થ્રિલરનાં શોખીન છો તો ખાસ જોઈ લો 8 વર્ષ જૂની આ સીરિઝ, IMDb પર મળ્યું છે 8.2 રેટિંગ

સાયકોલોજિકલ થ્રિલરનાં શોખીન છો તો ખાસ જોઈ લો 8 વર્ષ જૂની આ સીરિઝ, IMDb પર મળ્યું છે 8.2 રેટિંગ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

8 વર્ષ પહેલાં ઓટીટી પડદા પર એક વેબ સીરિઝ રિલીઝ થઈ હતી. આ સીરિઝની કહાની એવી છે જે તમારું મગજ હચમચાવી નાખે છે. જો કે 8 વર્ષ પછી પણ આ સીરિઝને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.  

Image Source: PRIME VIDEO
Picture Supply: PRIME VIDEO

સામાન્ય રીતે ફિલ્મો અને વેબ સીરિઝ સમયની સાથે જૂની થઈ જાય છે, પરંતુ કેટલીક ફિલ્મો અને વેબ સીરિઝ એવી હોય છે જેની કહાની, સસ્પેન્સ અને ભાવનાત્મક રીતે દર્શકોનાં મગજ પર હંમેશા માટે છાપ છોડી દે છે. રિલીઝનાં અનેક વર્ષો પછી પણ આ ફિલ્મ અને સીરિઝનો રોમાંચ ઓછો થતો નથી. ભારતીય ઓટીટી પ્લેટફોર્મ પર એવી જ એક સાયકોલોજિકલ થ્રિલર વેબ સીરિઝ છે જે આજે પણ લોકો માટે મોસ્ટ વોચ કન્ટેન્ટ રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ ‘બ્રીથ’ની પહેલી સિઝનની. આ 2018 માં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આઠ વર્ષ પછી આ સીરિઝની દમદાર કહાની અને શાનદાર અભિનયનાં દમ પર દર્શકોની વચ્ચે ચર્ચામાં છે.

‘બ્રીથ’ની કહાની ત્રણ મુખ્ય કેરેક્ટર્સની આસપાસ ફરે છે. શરૂઆતમાં કહાની એક સામાન્ય, મસ્ત પરિવારની જેમ આગળ વધે છે, પરંતુ જલદી જ સત્યતા સામે આવતા પિતાનો દીકરો એક જીવલેણ બીમારી સામે લડી રહ્યો છે, જેને બચાવવા માટે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે, જેનાં માટે એક ઉપયુક્ત ઓર્ગન ડોનરની તલાશ શરૂ થાય છે. સમય પસાર થતા એને ડોનર મળતો નથી. જો કે દીકરાની ખરાબ હાલત જોતાં પગ થથરી જાય છે. જો કે પછી એ લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું કે જેમને ઓર્ગન ડોનરનાં લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જો કે આ વિચાર ખતરનાક અપરાધી બનાવી દે છે.

સીરિઝની સૌથી મોટી ખાસિયત એ છે કે આ માત્ર અપરાધની કહાની જ નહીં, પરંતુ આ એક ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષની કહાની છે. આ સિઝનમાં આર. માધવને પિતાની ભૂમિકા નિભાવી છે. જો કે આર. માધવનની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી હતી.

‘બ્રીથ’ની અત્યાર સુધીની બે સિઝન આવી ચૂકી છે જે દર્શકોને ખૂબ પસંદ પડી છે. આમ, તમે હજુ સુધી ‘બ્રીથ’ જોઈ નથી તો ખાસ જોઈ લેજો. રિલીઝનાં વર્ષો પછી પણ આ વેબ સીરિઝને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ વેબ સીરિઝ ભારતીય ઓટીટી જગતની સૌથી સારી સાયકોલોજિકલ થ્રિલરમાંથી એક હોઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *