કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી: પોતાની દીકરીને બનાવી પાવરફુલ, ઉત્તર કોરિયા પર રાજ કરશે

કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી: પોતાની દીકરીને બનાવી પાવરફુલ, ઉત્તર કોરિયા પર રાજ કરશે

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

છેલ્લા કેટલાક મહિનાથી ઝૂએ પબ્લિક ઈવેન્ટમાં સતત દેખાઈ રહી છે. તે સપ્ટેમ્બર 2025માં પહેલી વિદેશ યાત્રા પર બેઈજિંગ પહોંચી હતી. ત્યારથી સમાચાર આવી રહ્યા હતા કે કિમ જોંગ ઉન બાદ ઉત્તર કોરિયા પર તેમની દીકરી રાજ કરશે.

News18
News18

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના ખૂંખાર તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરી લીધા છે. હાલમાં જ દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ગુરુવારે દાવો કર્યો છે કે કિમ જોંગ ઉને પોતાની ટીનેજર દીકરી, કિમ જૂ એને સત્તાવાર રીતે પોતાની ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી ઝૂએ પબ્લિક ઈવેન્ટમાં સતત દેખાઈ રહી છે. તે સપ્ટેમ્બર 2025માં પહેલી વિદેશ યાત્રા પર બેઈજિંગ પહોંચી હતી. ત્યારથી સમાચાર આવી રહ્યા હતા કે કિમ જોંગ ઉન બાદ ઉત્તર કોરિયા પર તેમની દીકરી રાજ કરશે.

કિમ જોંગ ઉન તોડશે ઉત્તર કોરિયાની પરંપરા

કહેવાય છે કે કિમ જોંગ ઉન પોતાની દીકરીને લાંબા સમયથી તૈયાર કરી રહ્યા હતા, જે ઉત્તર કોરિયામાં આજ સુધી કોઈ મહિલા શાસક નથી રહી, ત્યાં હવે 13 વર્ષની છોકરી આગામી સર્વોચ્ચ નેતા તરીકે ઊભરી રહી છે.

NISએ સાંસદોને જણાવ્યું કે જૂએને હવે ઉત્તરાધિકારી ડેઝિગ્નેશનના તબક્કામાં માનવામાં આવી રહ્યું છે. જેનો અર્થ છે કે તેને ન ખાલી ટ્રેન કરી રહ્યા છે, પણ તે સરકારી નીતિઓ પર પણ પોતાના મત આપવા લાગી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *