હવે બેંકના લોકર પણ સેફ નથી કે શું? વાઘોડિયામાં રોડ વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના બની. ગ્રાહકે બેંકના લોકરમાં મૂકેલા 35 તોલા સોનાના દાગીના રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે ગ્રાહકે બેંકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર શાહે વર્ષોથી બેંકમાં લોકરની સુવિધા લીધી હતી. જો કે તાજેતરમાં દીકરીના લગ્ન હોવાથી તેઓ 2 દિવસ અગાઉ દાગીના લેવા માટે બેંકમાં પહોંચ્યા હતા અને લોકર ખોલતા જ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે લોકરમાં અંદર મૂકેલા દાગીના ગાયબ હતા. સમગ્ર મામલે ગ્રાહકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Source link
