ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

બ્લોગ BLOG
Spread the love



ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. ત્યારે આજે પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આજથી વિધિવત રીતે પાંચ દિવસીય મેળાના પ્રારંભ બાદ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી પહોંચ્યા હતા અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહત્વનું છે કે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા માટે મોટા અન્નક્ષેત્રોથી લઈને ઉતારાઓ પણ કાર્યરત થઈ ગયા છે. તો બીજી તરફ ભવનાથ તળેટી સુધી પહોંચવા માટે કોઈ ભક્તને હેરાનગતિ ન થાય તે માટે પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *